________________
(૨૩૫)
થવું એ જ મારી ફરજ છે, એ જ મારો સ્વભાવ છે, એથી વિપરીત ચાલવું એ મારા વિભાવ છે એમ મને કયારે જણાશે? આશ્રવ એ જ સંસાર છે, આશ્રવ એ જ બંધન છે, આશ્રવ એ જ દુઃખ છે અને આશ્રવ એ જ ત્યાગવા યોગ્ય છે, એવી ખબર પાકે પાયે ક્યારે પડશે? અને સંવર એ જ સુખ છે એમ કયારે જાણવામાં આવશે ?
મારા સ્વરૂપમાં છું કે નહિ? શુદ્ધ ઉપગમાં છું કે નહિ? ધર્મધ્યાનમાં છું કે નહિ? સ્વભાવમાં છું કે નહિ ? એમ કયારે વિચારણું થશે? મારામાં ક્ષમા–સહનશીલતા-માર્દ, વતા અને કરૂણા છે કે નહિ એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ ?
આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરૂ, આત્મા એ જ ધર્મ, આત્મા એ જ સુખ, આત્મા એ જ મેક્ષ, આત્મા એ જ અખંડ આનંદ અને આત્મા એ જ પરમાત્મા છે, એમ યથાર્થ ક્યારે જાણવામાં આવશે?
સંતનું, શરણ સંતની સેવા, સંતની મન, વચન અને કાયાથી ભક્તિ સંત પર પ્રીતિ, સંત પર શ્રદ્ધા, સંત પર ગુરૂબુદ્ધ અને અહોનિશ સંતના સંગની જ ઈચ્છા કયારે જાગૃત થશે? સદ્ગુરૂ એ જ તરણતારણ સદ્ગુરૂ એ જ દેવ, સદ્ગુરૂ એ જ સુખનું સાધન, સગુરૂ એ જ મોક્ષમાર્ગના દાતા, સગુરૂ એ જ પરમમિત્ર, સદગુરૂ એ જ પરમગુરૂ અને સદગુરૂ એ જ પ્રત્યક્ષ અરિહંત સમાન છે એમ કયારે યથાર્થ ભાવે જાણ વામાં આવશે ?
મારા પિતાના દેષ જેવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ કયારે ઉત્પન્ન થશે ? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની ઐકયતા, જિન પદ અને નિજ પદની ઐકયતા અને પરમાત્માના ગુણ જોઈ મારામાં તે ગુણેની ઉત્પત્તિ કયારે થશે? સર્વ જીવ સરખા છે, સર્વ જીવ નિશ્ચયથી સ્વભાવે શુદ્ધજ્ઞાનસ્વરૂપ, શુદ્ધ દર્શનસ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ અનંત ઉપગમય અને અનંત શક્તિવંત છે પણ કમરૂપ શત્રુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org