________________
અધ્યાત્મ ભાવના
ભાવના સંગ્રહમાંથી સંગ્રહીત ( સંગ્રાહક સદગુણાનુરાગી કરવિજયજી )
અહો પ્રભુ ! મને એવી દશા અહોનિશ કયારે જાગ્રત થશે કે તારા ગુણને અખલિત પ્રેમ ઉત્પન્ન થાય અને તારા પ્રત્યે અત્યંત ભક્તિ પેદા થાય કે જેના પસાયથી આ દુનિયા ઉપર રાગ ઓછો થાય ? તારાં વચન પર પૂર્ણ શ્રદ્ધા કયારે થશે કે જેથી તારી આજ્ઞા ફૂલની માળાની પેઠે હું મસ્તક ઉપર ધરું? તારી કરૂણા, તારી ક્ષમા, તારી શાન્તિ, તારૂં જ્ઞાન, તારું ધ્યાન, તારું યથાર્થ કથન, તારી અપૂર્વ પરોપકારવૃત્તિ અને તારી અત્યંત સહનશીલતા જોઈ તેવા સદ્દગુણવડે હું કયારે વાસિત થઈશ ? અને પરપુગલ પર ઉદાસીનવૃત્તિ કયારે ઉત્પન્ન થશે કે જેથી હું નિજ સ્વરૂપમાંજ રમું? હું તુને ભેદભાવ ભૂલી હું તે તું અને તું તે હું આવી અખંડ એક્યતા કયારે ઉત્પન્ન થશે ? અને તેના અપૂર્વ સુખને અનુભવ કયારે પ્રાપ્ત થશે? તારી ક્ષમા જોઈ તારા જેવી ક્ષમા કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તારી દયા જોઈ મારામાં એવા દયાના અંકુરે કયારે પ્રગટ થશે ? તારી પરેપકારી બુદ્ધિ જોઈ મારા હૃદયમાં સર્વ જીવને શાસનરસિક કરવાની ઈચ્છા-ભાવના કયારે જાગ્રત થશે?
તું જ ઇંચેય, તું જ સેવ્ય તું જ આરાધ્ય, તું જ પૂજ્ય, તું જ દેવ, તું જ ગુરૂ, તું જ ધમ, તું જ તરણતારણ, તું જ પિતા, તું જ માતા, તું જ બંધુ, તું જ કુટુંબ, તુ જ જ્ઞાતિ તું જ વિશ્વ, તું જ સૃષ્ટિ અને તું જ મારું સર્વસ્વ એમ કયારે થશે? તું અને હું ને ભેદ તૂટી અભેદ ચિંતવન કયારે થશે? તુહિ, તુહિ, તેહિ, અને તે જ એમ અખંડ ચિંતવન રોમરોમમાં કયારે આવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org