________________
( ૨૦૬) ૧૬ નિમિત વેત્તા હતા. ૧૯ ઢાઢી ગાનારા હતા.
૧૬ રાજવૈદ્યો હતા. ૩૦૦૦૦૦૦૦ પાયદળ લશ્કર હતું તે ૧૮ જન વિસ્તામાં હતું. ૧૦૦૦૦૦૦૦૦ એટલા દરેક પ્રકારના કુલ વાહન હતા.
૪૦૦૦૦૦ નાવ નાવડાં વહાણ વિગેરે હતા. પપપપપપપપપ આટલા સર્વ દિશાઓમાં રહેલા પ્લેચ્છોને રણ
સંગ્રામમાં હણને પોતાને સંવત ચલાવ્યા.
રાજા કુમારપાળ. દેથળીના ધણું ત્રિભુવનપાળને કુમારપાળ, મહિપાળ અને કીતિપાળ ત્રણ પુત્રો હતા, સિદ્ધરાજને પુત્ર નહિ હોવાથી જેશીયોને પૂછતાં કુમારપાળ ગાદીયે આવશે જણાવ્યું તેથી કુમારપાળને મારવા મારા મેકલ્યા, મારે પહેલા ત્રિભુવનપાળને મારી નાંખ્યા. - કુમારપાળ પૂજારી થયા, ત્યાંથી પણ મારાની બીકથી નાઠા, રસ્તામાં ભીમસિંહ પટેલે કાંટાના ઉપાડા નીચે સંતાડ્યા ત્યાં બચ્યા ને નાઠા, પાચા દેથળી આવ્યા ત્યાં પણ મારા આવ્યા, ત્યાં સજનકુંભારે ભાડામાં સંતાડ્યા ત્યાંથી બચી નાઠા, રસ્તામાં ઘણું ભુખ્યા થયા ત્યાં એક શ્રીદેવીબાઈએ ભાતુ ખાવા આપ્યું, તે ખાઈ ખંભાત ગયા, ત્યાં શ્રી હેમાચાર્ય મહારાજ હતા ત્યાંના મંત્રી ઉદયન હતા, તેમણે ગુરૂશ્રીના કહેવાથી સારી બરદાસ કરી ત્યાં પણ મારા આવ્યા મહારાજે પુસ્તકના ભંડારમાં સંતાડ્યા ત્યાં પણ બા, ને નાશી દક્ષિણ ગયા ત્યાંથી માળવામાં ગયા, આ વખતે સિદ્ધરાજ ઘણું માંદા છે. તે સમાચારથી કુમારપાળ ગુજરાતમાં આવ્યા, સિદ્ધરાજનું મરણ અને કુમારપાળ રાજા થયા, પછી જે જે માણસોએ હાય કરી હતી તે સર્વેને રાજ્યમાં નીમ્યા.
રાજ્યાભિષેક વખતે શ્રીદેવીના હાથે તીલક કરાવ્યું, એને ધોળકા ગામ ઈનામમાં આપ્યું, પોતાની સ્ત્રી પાળદેવીને પટરાણી કરી, ભીમસિંહને અંગરક્ષક , સજનને સાતસો ગામને સુબે કર્યો, શિરીને લાટ દેશને હાકેમ કર્યો, કટુક વાણીયાને વડેદરા ઈનામમાં આપ્યું, ઉદયનને મંત્રી કર્યો તેમના પુત્ર વાલ્મટને નાયબ દિવાન કર્યો અને શ્રી હેમાચાર્ય મહારાજને ગુરૂ સ્થાપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org