________________
(૧૪૫ ) ત્રણ કાળના જિન વંદન હૈયે, મંત્રરાજ સમરણથી, યુગપ્રધાન સમ ભાવાચારજ, પંચાચાર ચરણથી. ભવિ૨ પતિરૂવાદિક ચિદ ગણઘારી, ક્ષાંતિ પ્રમુખ દશ ધર્મ, બાર ભાવને ભાવિત નિજ આતમ, એ છત્રીશ ગુણધર્મ. ભવિ ૩ આઠ પ્રમાદ તજી ઉપદેશે, વિકથા સાત નિવારે, ચાર શિક્ષાકરી જન પડિબેહે, ચા અનુગ સંભારે. ભવિ ૪ બારસે છન્નુ ગુણે ગુણવંતા, હમ જબ મહંતા, આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપસમાધિ ઉલ્લચંતા, ભવિ ૫ યુગ પ્રધાન સૂરિ ત્રેવીશ ઉદયે, દેય હજાર ને ચાર, સમયાગમ અનુભવ અભ્યાસી, થાશે જગજન મહાર. ભવિ ૬ એ પદ સેવત પુરૂષોત્તમ નૃપ, જિનવર પદવી લહિયા, સિભાગ્યલક્ષ્મી સૂરિ ભાવે ભજતાં, ભવિક જીવ ગહગહિયા. ભવિ ૭
આત્માની ૩૬ રાજયરિદિ–૧ જીવરૂપી રાજા, ૨ સહુવ રૂપી પ્રધાન, ૩ પંચમહાવ્રત રૂપી ઉમરાવ, ૪ જ્ઞાન રૂપી ભંડારી, ૫ પૈર્ય રૂપી હસ્તિ, ૬ આર્જવ માર્દવ રૂપી હેદી અંબાડી, ૭ સંતોષ રૂપી મહાવત, ૮ માન રૂપી ઘડે, ૯ પર ઉપકાર રૂપી પલાણ, ૧૦ ભાષા સમિતિ રૂપી પાબર, ૧૧ ચારિત્ર રૂપી લગામ, ૧૨ જૈન ધર્મ રૂપી ચાબુક, ૧૩ શીયલ રૂપી રથ, ૧૪ સત્તર પ્રકારના સંયમ રૂપી સૈન્ય, ૧૫ વિવેક રૂપી નિશાન, ૧૬ ધર્મધ્યાન શુકલધ્યાન રૂપી ધ્વજા, ૧૭ પાંચ પ્રકારના સાયધ્યાનરૂપી ચારિત્ર, ૧૮ બાર ભેદે તપ રૂપી શસ્ત્ર, ૧૯ સંવર રૂપી વલ્ગા, ૨૦ આચાર રૂપી વેપાર, ૨૧ ક્ષમા રૂપી ઢાલ, રર દયા રૂપી બરછી, ૨૩ કિયા રૂપી કબાન, ૨૪ જ્ઞાન રૂપી તરકસ, ૨૫ સંયમ રૂપી તીર, ૨૬ અભિગ્રહ રૂપી તરવાર, ૨૭ શુકલ વેશ્યા રૂપી બંધુક, ૨૮ પચ્ચખાણ રૂપી શંબલ, ૨૯ સત્ય રૂપી દારૂ, ૩૦ ભાવના રૂપી ગોળે, ૩૧ રાગદ્વેષ રૂપી જામગ્રી, ૩ર ચાર ચેકડી રૂપી વાલા, ૩૩ કાયા રૂપી મુરજ, ૩૪ આઠ કર્મ રૂપી વૈરીજ્ય, ૩૫ મેક્ષ રૂપી ગઢ લીધે, ૩૬ ષકાય રૂપી પ્રજાની રક્ષા.
ચુંવાલી શિષ્ય પરિવાર–વીરપ્રભુના અગીયાર ગણધરના ૪૪૦૦ શિષ્ય હતા, તેઓએ પણ તેમના સાથે જ દીક્ષા લીધી હતી.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org