________________
(૧૮૨). મધુબન –(તે શિખરજી પહાડની તળેટી) અહીં દશ દેરાસરે છે, તેમાં ૧ ચંદ્રપ્રભસ્વામીનું, ૧ સુપાર્શ્વનાથનું બાકી ૮ પાર્શ્વનાથ પ્રભુના છે, અહીં ૪ ધર્મશાળાઓ અને એક પિશધ શાળા છે, અહીંથી શિખર ઉપર ચડાય છે.
સમેતશિખર–૧ અષભદેવ, ૧૨ વાસુપૂજ્ય, ૨૨ નેમિનાથ ૨૪ મહાવીર સ્વામી સિવાય ૨૦ તીર્થકર અને કેટલાક મુનિયે મેક્ષપદને પામ્યા છે, આ વિશે તીર્થકરના પગલાની ૨૦ દેરીઓ જુદા જુદા શિખર પર છે, ને વચમાં શ્રી શામળીયા પાર્શ્વનાથછનું મોટું મંદીર છે, આ મંદિર જગતશેઠ ખુશાલચંદે બંધાવ્યું છે, તેમાં ૯,૩૬,૦૦૦ રૂપીયા ખરચ થયું છે, મૂતિ બે હાથની પ્રતિષ્ઠિત છે, સમેતશિખર પર મંદિર, યુકે, ધર્મશાળા વિગેરે વેતાંબર જૈનાના બનાવેલા છે.
મધુબનથી ચાર કેશ પર બરાકડ ગામ છે, ત્યાં મહાવીર પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે.
બરાકડ અને રિજુવાલુકાનદી–ગામમાં એક ધર્મશાળા અને એક મંદિર છે, જેમાં મહાવીર સ્વામીના પગલાં છે, આ નદી અહીં વહે છે, મહાવીરસ્વામી આ નદી કિનારે ઘણે વખત વિચર્યા હતા. ને તપ કર્યો હતે, મહાવીરસ્વામીએ શ્યામાક કુટુંબ બીના ક્ષેત્રમાં ધ્યાન કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, અહીંના મંદિરમાં સમવસરણને આકાર છે.
પાટલીપુત્ર–(પટના) શ્રેણકના પુત્ર કેણીકે (અશેક અને અજાત શત્રુએ) વસાવ્યું છે, તેને વસ્થાને લગભગ ૨૩૦૦ વરસ થયાં. તેમના પુત્ર ઊદાયિરાજા અપુત્રાયા મરણ પામવાથી તે ગાદી ઉપર નંદ નામે નાઈ બેઠે, નંદના વંશના નવબંદે ૧૫૫ વર્ષ રાજ્ય કર્યું, નવમાં નંદના દિવાન શંકડાળ મંત્રી હતા, તેમને
થુલીભદ્ર અને સીરીયક નામે બે પુત્ર હતા. અહી બાડેની ગલીમાં બે પાર્શ્વનાથજીના મંદિર અને એક ધર્મશાળા છે, પટનાની પશ્ચિમે કમળદ્રહ પાસે થુલીભદ્રનાં પગલાં છે, તેની પાસે સુદર્શન શેઠનું શુળીનું સિંહાસન બન્યું તે સ્થળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org