________________
(૧૮૦) ૧ ગુણુયાજી—(ગુણશીલ ઉદ્યાન) અહીં તળાવની વચ્ચે એક મંદિર છે, ત્યાં જવા આવવા પુલ બાંધેલ છે, મંદિરમાં મહાવીર સ્વામીના, ગૌતમ સ્વામીના, તથા બીજા તીર્થકરોના પગલા છે, અહીંથી ૬ કેશ પાવાપુરી છે.
૨ પાવાપુરી - આ મહાવીર પ્રભુની નિર્વાણભૂમિ છે, અહીં રાજા નંદીવર્ધને બંધાવેલ કમળસરોવરમ એક મંદિર છે, તેનું બીજું નામ જળ મંદિર કહે છે, બીજું એક મંદિર ધર્મશાળામાં મહાવીર સ્વામીનું ગણધરના પગલા દેવદ્ધિગણક્ષમાશ્રમણની મુનિ, થુલીભદ્રજી, ચંદનબાળા, અને દાદાજીના પગલા છે, ત્રીજું એક મંદિર મુરશીદાબાદવાળી મહેતાબકુંવરનું બંધાવેલું છે, મૂળ નાયક મહાવીર સ્વામી છે, કમળસરોવરની ઉત્તરમાં મહાવીર સ્વામીના પગલાંનું સમવસરણ છે, અહીં દર શાલ આસો વદી ૦)) મેળો ભરાય છે, અહીંથી પાંચ કેશ પર રાજગૃહિ નગરી છે.
૩ રાજગૃહ–અહીં એકજ મહેલ્લામાં પાર્શ્વનાથજીનું, આદિશ્વરજીનું, અને મુનિસુવ્રતજીનું, મળી ત્રણ મંદિર છે, તથા પાંચ પહાડ ઊપર જુદા જુદા મંદિરે છે, મુનિસુવ્રતના જન્મને કૈવલ્ય અહીં થયાં હતાં, શ્રેણુકની રાજધાની, વીરના ૧૧ ગણધરેની મુક્તિ, જંબુસ્વામી, શાલીભદ્રજી, ધન્ના અને અભયકુમારની દીક્ષા, સચ્યભવસૂરિનું જેનપણું, શ્રેણિકનું કેદમાં પુરી કેણિકનું રાજપર બેસવું, તથા મહાવીરના ૧૪ માસાં વિગેરે અહીં થયાં છે.
રાજગૃહીના પાંચ પહાડ અને દેરાસરો.
આ પાંચ પહાડ ઊપર પહેલાં ૮૦ દેરાસરે હતા, રાજગૃહીથી થોડે દૂર વિપુલગિરિની બાજુમાં પાંચ ઉના પાણીના કુંડે છે, અને ત્યાંથી પહાડને રસ્તા શરૂ થાય છે, તે કઠણ છે. પહાડપર અમંતામુનિનું, કમળદળ પર ચરણ થયેલું મહાવીર સ્વામીનું, ચંદ્રપ્રભ સ્વામીનું, સમવસરણની રચનાવાળું મહાવીર સ્વામીનું, મુનિસુવ્રત સ્વામીનું, અને ત્રાષભદેવ સ્વામીનું મળી છ મંદિરે છે, અહીથી ઉતરી રત્નગિરી પર જવું.
રત્નાગિરી–-પર એક શાંતિનાથજીનું ને બીજું ચિંતામણી પાર્શ્વનાથજીનું મંદિર છે. અહીંથી ઉતરી ઉદયગિરી પર જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org