________________ (172) મારવાડની નાની પંચતીથીને જીવીતસ્વામી. આ બ્રાહ્મણવાડાની આસપાસ નજીકમાં છે. નાણું–અહિયાં એક દેરાસર છે, એની નજીક બેડા ગામ છે, ત્યાં દેરાસર, ધર્મશાળા, ઉપાશ્રમાદિક છે. દિયાણા-- આ જંગલમાં એક મંદિર છે, પ્રતિમાજી રમણીય છે, અહીયાં ચેર તથા હિંસક જાનવર વિગેરેના ભયથી રાત્રી રહેવાતું નથી. નાદિયા–અહિંયાં એક બાવન દેરીવાળું મહાવીરસ્વામીનું અને એક બીજું એમ બે મંદિરે છે. લેટાણા-અહિં એક મંદિર છે, તે જંગલમાં છે, એક ધર્મશાળા છે, તે નાદિયાથી બે ગાઉ થાય છે. અજારી–અહિં એક પાર્શ્વનાથજીનું અને એક બીજું એમ બે મંદિરો છે. મારવાડની મોટી પંચતીર્થી રાણકપુર–સાદીથી ત્રણ ગાઉ થાય છે, તે દેરાસર નાંદિયાના ધનાશા પિરવાડે સ્વપનામાં જોયેલ નલિની ગુલ્મ વિમાનની એક પાંખની રચના પનર કોડના ખરચે બંધાવ્યું છે, તે ત્રણ માળનું અને ત્રણે માળે શ્રી આદિશ્વરજીના ચૌમુખજી છે, તેને 84 મંડપ અને 1444 થાંભલા છે, તેની પ્રતિષ્ઠા વિક્રમ સં. ૧૪૯૯માં પચાસમા પટધર શ્રી સમસુંદરસૂરિશ્વરજીના હાથે થઈ છે, પ્રતિમાજી અને મંદિર ઘણું રમણીય છે, હાલમાં અહીં જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. વરકાણું–આ મંદિર લગભગ 100 વર્ષનું બનેલું છે, મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે, અહી હાલ વિજયવલ્લભસુરિજીના ઉપદેશથી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે, તેમ એક જૈન વિદ્યાલય ચાલે છે, રાણી સ્ટેશનથી ત્રણ ગાઉ થાય છે. ઘાણે રાવ–અહીંયાં કુલ દશ દેરાસરે છે, ને ઉપાશ્રય ધર્મશાળા વિગેરે પણ છે, અહીંથી મૂછાળા મહાવીર બે ગાઉ દૂર જંગલમાં છે, તે પ્રતિમાજી રમણીય છે, ત્યાં એક ધર્મશાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org