________________
(૧૬) કચ્છ-ભદ્રેશ્વર–આ પર દેરીનું ઘણું જ જુનું શિખરબંધી દેરાસર છે. અહીં મહાવીરનિર્વાણ પછી ૨૩ વર્ષે દેવચંદ્ર શ્રાવકે દેરાસર બંધાવી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીને પધરાવેલ. તે શ્રી જંબૂસ્વામીને વખત હતે. તે ઘણાકાળે બધી પ્રતિમાજીને બાવાલેક લઈ ગયા હતા, ત્યાં એક ગોરજીએ આવી તપાસ કરતાં માલમ પડવાથી તે લેકેથી મિત્રાચારી કરવાથી મહાવીરસ્વામીની પ્રતિમાજી મળ્યા, તેને પધરાવ્યા. પછી પાછળથી મૂળ પાર્શ્વનાથજી પણ મળ્યા, તે હાલ પાછળના ભાગમાં પધરાવ્યા છે. અહીં ધર્મશાળા છે, વર્ષમાં બે વખત મેળો ભરાય છે.
માંડવી–અહિયાં એક બંદર ઉપર અને ત્રણ શહેરમાં મળી ચાર મંદિર છે, ગામમાં ધર્મશાળા ઉપાશ્રય વિગેરે છે, કચ્છમાં આથી મેટું કંઈ શહેર નથી.
સુથરી–અહિયાં ચાર દેરાસર છે, તેમાં ધૃતકલેલ પાર્શ્વનાથજીનું જુનું તીર્થ છે. ઉતરવાને ભવ્ય ધર્મશાળા છે. દરસાલા કાર્તિકી પૂનમે મેળો ભરાય છે.
પંચતીથી–સુથરી, નળીયા, તેરા, જખૌ અને કઠારા આ પાંચની પંચતીથ પણ કહેવાય છે.
મદ્રાસ-અહિંયાં ત્રણ મંદિર છે. શ્રાવકના આશરે ૩૦૦ ઘર છે, તેમ અહિયાં ઉપાશ્રય, ધર્મશાળાદિક પણ છે.
હૈદ્રાબાદ-દક્ષિણ–અહિયાં ચાર મંદિર છે. શ્રાવકેની વસ્તી પણ સારા પ્રમાણમાં છે. ઉપાશ્રય ધર્મશાળાદિક છે.
- કુલપાક–તે હૈદ્રાબાદના આલેર સ્ટેશનથી બે ગાઉ છે. વિવિધ તીર્થકલ્પમાં આ મંદિર વિક્રમ સં. ૬૮૦ માં બંધાયું લખ્યું છે, તેમાં આદીશ્વર ભગવાનની શ્યામરંગની મૂત્તિ રા હાથની છે, તેમને માણિકયપ્રભુ પણ કહે છે. બીજા એક પીરજા રંગના મહાવીરસ્વામી બાજુમાં છે. રંગમંડપના એક સ્થંભ ઉપરના લેખમાં લખ્યું છે કે, વિક્રમ સં. ૧૬૬૫ માં આ મંદિરને જીર્ણોદ્ધાર કર્યો છે, તેમાં વિજયસેનસૂરિનું નામ છે. ફરીથી સં. ૧૭૬૮માં અને ત્યારપછી સં. ૧૯૬૫ માં હૈદ્રાબાદના શ્રાવકેએ જીર્ણોદ્ધાર કરાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org