________________
: ૫૬ :
પ્ર. ચાર પ્રકારના મેઘ કહ્યા છે તે કયા ઉ૦ ૧ પુષ્પરાવર્ત મેઘ
તેનાથી દશ હજાર વર્ષ પર્યત ભૂમિ સ્નિગ્ધ રહે, અને તેની મેળે ઘાસ, ધાન્ય, પાણી, વિગેરે ઉત્પન્ન થયા કરે, તે પહેલા આરે બેસતાં વરસે. ૨ પ્રદ્યુમ્ન મેઘ–તેનાથી એક હજાર વર્ષ ભૂમિ સ્નિગ્ધ રહે, અને તેની મેળે ઘાસ, ધાન્ય, પાણી, વિગેરે ઉત્પન્ન થયા કરે, તે બીજે આરે બેસતાં વરસે. ૩ જીમૂતમેઘ–તેનાથી દશ વર્ષ પર્યત ભૂમિ સ્નિગ્ધ રહે, અને તેની મેળે ઘાસ, ધાન્ય, પાણી વિગેરે થયાજ કરે, તે ત્રીજે, ચોથો આ બેસતાં વરસે. ૪ જીહ મેઘ–તેનાથી ઘણી વાર વર્ષે
પણ કાંઈજ થાય નહીં. તે પાંચમા આરામાં વરસે. પ્ર. ચારે શાસ્ત્રોના જાણ છતાં કયા ચાર મૂર્ણ કહેવાય છે. ઉ૦ ૧
શબ્દ શાસ્ત્રી–તેની કળકળતી ખીચડીમાં ધૂળ નાંખી શબ્દ બંધ કર્યો તે. ૨ વૈદક શાસ્ત્રી તે શાક લેવા ગએલ ત્યાંથી લીંબડાની ભાજી લાવ્યો છે. ૩ ન્યાય શાસ્ત્રી–તે જે પાત્રમાં ઘી લઈ આવતો હતો તેને વિચાર્યું જે પાત્રાધારે ધોં કે ધૂતાધારે પાત્ર કરી પાત્ર ઊંધુ વાગ્યું ને ઘી ઢળી ગયું. ૪
જ્યોતિષ શાસ્ત્રી–તે ચારેના ઘોડા ચારવા ગએલ ત્યાં ઘોડા દૂર ગયા તે ચરે લઈ ગયા પણ બૂમ પાડવાનું મૂરત ન
આવવાથી બૂમ પાડી નહિ ને ઘડા ચોરો લઈ ગયા તે. પ્ર. કોણ દેવગતિનું આયુ બાંધે? ઉ૦ ૧ ઉદાર ચિત્તવાળ, ૨
સુસ્વરવાળે, ૩ ધર્મને રાગી, ૪ દેવગુરૂને રાગી. પ્ર. કણ મનુષ્યગતિનું આયુ બાંધે ? ઉ૦ ૧ વિનયિ, ૨ નિર્લોભી,
૩ દયા-ધર્મને પ્રેમી, ૪ પરના મને સારો લાગનાર. પ્ર. કેણ તીર્થંચ ગતિનું આયુ બાંધે? ઉ૦ ૧ ઘણે ઉલૂંઠ, ૨
અસંતેષી, ૩ માયાવી, ૪ મૂની સેવા કરનાર ક્ષુધાતુર–આળસુ. પ્રકોણ નર્કગતિનું આયુ બાંધે ? ઉ૦ ૧ ક્રોધી, ૨ અસંતતી,
પંડિતાઈ રહિત, ૩ કષાયી, ૪ કલકલીભૂત-ઘણો કલેશી. પ્ર. લેકના ચાર મધ્યભાગ કયા? ઉ૦ ૧ ઉંચે પાંચમાં લેક સુધી,
૨ નીચે થી નરક સુધી, ૩ તિરછા લેકને મેરૂ પર્વતના આઠ રૂચક પ્રદેશ સુધી, ૪ સર્વ લેકને પહેલી નરક સુધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org