________________
૨૦૬ સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધનત, આઠમો અધિકાર. ધન ૯
ઢાળ ૭ મી.
રેવતગિરિ ઉપરે—એ દેશી. હવે અવસર જાણ, કરીએ સંલેખણ સાર;
અણુસણ આદરીએ, પચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ,
એ આતમ ખેલે, સમતા જ્ઞાનતરંગ. ૧ ગતિ ચારે કીધા, આહાર અનંત નિશંક;
પણ તૃપ્તિ ન પામ્ય, જીવ લાલચીઓ રંક; દુલહ એ વળી વળી, અણુસણને પરિણામ
એહથી પામીજે, શિવપદ સુર૫૪ ઠામ. ધન ધના શાલિભદ્ર, બંધે મેઘ કુમાર;
અણુસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જાશે, કરી એક અવતાર;
આરાધનકેશે, એ નવમો અધિકાર, દશમે અધિકારે, મહામંત્ર નવકાર
મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર;
સુપરે એ સમરે, ચાદ પૂરવનું સાર. જન્માંતર જાતાં, જે પામે નવકાર;
પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવ પદ સરિ, મંત્ર ન કઈ સાર;
ઈહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર, ૫ જુઓ ભીલ ભીલડી, રાજા રાણી થાય;
નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહ, પામ્યાં છે સુરભેગ;
એક ભવ પછી લેશે, શિવવધ સંજોગ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org