________________ : 173 : ૬૮અક્ષર–મહા મંત્ર નવકારમાં, અડસઠ અક્ષરે જાણ; એક અક્ષરે સપ્ત સાગર, સહી પાપ છેદાણુ. પુરૂષની ૭ર કળાઓ. મનહર છંદ. લખલું ભણવું ગીત ગણીત ને નૃત્ય તાલ, પટહ મૃદંગ વીણા વંશ ભેરી જ્ઞાન છે. ગજને તારી શિક્ષણ ધાતુ દષ્ટિ મંત્રવાદ, તે પછી બલિપલિત વિનાશતું જાણું છે. રત્ન નર નારી તણી પરીક્ષા છંદ બંધન, તર્કવાદ નીતિ તત્વ વિચારનું માન છે. કવિતા જ્યોતિષજ્ઞાન વૈદકને ષડભાષા, યેગાભ્યાસ રસાયણવિધિનું તે ભાન છે. અંજન અઢારલિપિ સુપનલક્ષણ જાણે, ઇંદ્રજાળ ખેતીકામ વેપારમાં વળવું. રાજાની સેવાને જાણે શુકનવિચાર વળી, વાયુઅગ્નિનું સ્તંભન એહનું તે કળવું. મેઘવૃષ્ટિ વિલેપનવિધિને મર્દનવિધિ, ઉર્ધવગમન ઘટબંધનનું મળવું. ઘટનું ભ્રમન પત્રછેદન મર્મભેદન, ફળફળ આકર્ષણ લેકચારે ભળવું. લોકને રંજન કરે અફળતરૂને ફળ, ખઝાને છુંરી બંધન મુદ્રાવિધિ જાણવું, લેહજ્ઞાન દંતશુદ્ધ કાળજ્ઞાન ચિત્રકામ, બાહુ મુર્ષિ દંડ યુદ્ધ દષ્ટિયુદ્ધ નાણવું. ખા વાગયુદ્ધ સપદમન ગરૂડવિદ્યા, ભૂતનુમઈનાગ જાણપણું આણવું.. વર્ષજ્ઞાન નામમાળા બોતેર કળા લલિત, પુરૂષો માટે તે કહી શાસ્ત્રથી પ્રમાણુવું. 3 સાધમીક વાત્સલ્ય-માંડવગઢના જગસિંહ દરરોજ એક જણ હસ્તક 72000 નું સાધમીક વાત્સલ્ય કરાવતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org