________________
: ૧૨૧ : થઈ આજ્ઞા આપી તે કુમાર રાધાવેદે તે કન્યાને પરણે, ને રાજાએ તેને રાજ આપ્યું, અહીંયાં તે પ્રમાદી કુમારને ફરીથી તે કન્યાનું મળવું દુર્લભ થયું, તેમ ગયેલ મનુષ્ય ભવ પણ મળ દુર્લભ છે.
કુર્મનું—એક સરોવરમાં ઘણું ગાઢી સેવાળ હોવાથી કે જળચર જીવ બહારનું કાંઈ જોઈ શકતા નહોતા, એકદા વાયુથી સેવાળમાં ફાટ પડી તેમાંથી એક કાચબે પિતાની ડેક બહાર કાઢી ઉંચું જોયું, તે વખતે શરદ પૂર્ણિમાને ચંદ્ર આકાશ મધ્ય ભાગમાં છે, તે કાચ આનંદ પામી પોતાના કુટુંબ પરિવારને દેખાડવા બોલાવી લાવ્યો, પણ પેલી ફાટ પુરાઈ ગઈને ફરીથી દર્શન પ્રાપ્તિ થઈ નહિ, તેમ વૃથા ગમાવેલે મનુષ્ય ભવ ફરીથી હાથ લાગતો નથી. - ધુંસરીનું–કેઈ દેવ સ્વયંભુ રમણ સમુદ્રની પૂર્વે ધુંસરી નાખે અને પશ્ચિમે સામેલ નાંખે. તે કેઈના પ્રાગ વિના તે ધોંસરીના છીદ્રમાં સમાલ પ્રવેશ કરે તે અત્યંત દુર્લભ છે, તેમ ફરીથી મનુષ્ય ભવ મળવો પણ દુર્લભ છે.
પરમાણુંનું–કેઈ દેવ એક મોટા થાંભલાને ઝીણે ભૂકે કરી, તે પરમાણુઓ એક ભુંગળીમાં ભરીને મેરૂ શિખર પર ઉભે રહી, ચેતરફ ફરતો ફરતો ભુંગળીને કુકી તેમાંના પરમાણુંઓને સર્વ દિશાઓમાં ઉડાડી દે, પછી જેમ તે પરમાણુંઓ મળે અને તેને થાંભલે બને તે મુશ્કેલ છે. તેમ વૃથા ગમાવેલ મનુષ્ય ભવ મળ દુર્લભ છે. ઈતિ દશ દષ્ટાંત.
અગીયાર વસ્તુ સંગ્રહ.
શ્રાવકની અગીયાર પડિમા. આ૧૧પહિમા—દર્શન વ્રત સામાયિક, પિષધ કાયોત્સર્ગ
બ્રહ્મચર્ય સચિત ત્યાગમ, સ્વકીય આરંભ વર્જ. અન્યથી આરંભ વર્જ, સ્વઅર્થે નહિઆહાર શ્રમણ સદશ વર્તન કરે, એ પડિમાં અગિયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org