SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વરમાણ ૩૦૭ ૧૬૬. વરમાણ (કઠા નંબર : ૩૧૦૨ ) આબુરોડ સ્ટેશનથી ૨૮ માઈલ અને જીરાવવાથી દક્ષિણ-પશ્ચિમમાં ૪ માઈલ દૂર વરમાણ નામનું ગામ છે. આનું શાસ્ત્રીય નામ બ્રહ્માણ. અહીં આવેલા બ્રહ્માણુસ્વામીના સૂર્ય મંદિરના સ્તંભેમાં સં. ૧૦૭૬ અને તે પછીના ઉત્કીર્ણ ૬ લેખો જોવાય છે. પણ આ સૂર્યમંદિર તો એથીયે પ્રાચીન એટલે સાતમી સદીમાં બંધાયાનું વિદ્વાનોનું માનવું છે. એ ઉપરથી આ ગામ તેર વર્ષ કરતાં પ્રાચીન હેવાનું નક્કી થાય છે. ગામની આસપાસ કૂવા, વાવ અનેક મકાનનાં અસંખ્ય ખંડિયેરે પણ આ ગામની પ્રાચીનતા અને એક મેટી નગરી હોવાને ખ્યાલ આપે છે. આજે તે માત્ર સે ઘરના નાના ગામડા જે આને દયનીય દેખાવ નજરે પડે છે. આ ગામના નામ ઉપરથી જેનેને બ્રહ્માણગચ્છ ખ્યાતિ પામ્યું હતું. એક કાળે એ ગચછનું આ એક મોટું ધામ હતું. જેની સંખ્યા પણ એની પ્રસિદ્ધિને છાજતી હોવી જોઈએ એમ માની શકાય. આબુના દેલવાડાના સં. ૧૨૮૭ ના વ્યવસ્થાલેખમાં લવસહી મંદિરના અઠ્ઠાઈ મહોત્સવને ફાગણ વદ ૫ (ત્રીજા દિવસ)ને ઉત્સવ ઊજવવાનું માં ગામના શ્રીસંઘે માથે લીધું હતું. આ ઉપરથી તેરમા સૈકામાં અહીં જેનેની વસ્તી ઠીક પ્રમાણમાં હશે એમ જણાય છે. એટલું જ નહિ, અહીં એક કરતાં વધારે જિનમંદિરો પણ હશે એમ લાગે છે. એ સંબંધે શ્રીજ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૫૫ માં રચેલી “તીર્થમાળા’માં નોંધ્યું છે કે, અહીં જીરાવલા પાર્શ્વનાથનું મંદિર પણ છે.” પણ અત્યારે તે એને કશે પત્તે નથી. અહીં પડેલાં સેંકડે ખંડિયેરોમાંથીયે એનાં અવશેષે જાણવાનું મુશ્કેલ છે. અહીં ભગવાન મહાવીરસ્વામીનું એક વિશાળ અને મને ડર મંદિર ગામના એક ખૂણે ટેકરી ઉપર વિદ્યમાન છે. આ મંદિરની બાંધણી ઊંચી છે. એના શિખરની ઊંચાઈ પણ ઘણું છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, ચોકી, રંગમંડપ, શણગારકીઓ અને બંને બાજુની દેરીઓ સાથે ગઢયુક્ત આની રચના છે. ચોકી અને રંગમંડપના સ્તંભે તથા ઘૂમટોમાં સુંદર કેરણી કરેલી છે. એક ઘૂમટમાં વચ્ચે લક્ષમીદેવી અને બીજા ઘૂમટમાં અંબિકાદેવીની કરેલી આકૃતિઓ શિલ્પકળાના અદભુત નમૂના હોય એમ જણાય છે. મૂળનાયકની મૂર્તિ ૪-૫ ફીટ ઊંચી અને મનહર બદામી રંગની છે. હાથ, કાનના ખંડિત થયેલા ભાગને નવેસર જોડયા છે. એના ઉપર લેખ નથી પણ મૂર્તિ પ્રાચીન જણાય છે. મૂળનાયકની બાજુમાં શ્રી ઋષભદેવ ભગવાનની સપરિકર મૂર્તિ પ્રાચીન છે. એને પ્રાચીન પરિકરની ગાદીમાં ધર્મચકની બાજુમાં ગાદી ઉપર એક મૂતિ વસ્ત્રાલંકારભૂષિત બેઠેલી છે. હાથમાં પૂજા માટે ચંદનની વાટકી અને ફૂલમાળ એની ભક્તિની પ્રતીતિ કરાવી રહ્યાં છે. લેકે એને ચકેશ્વરી દેવી હોવાનું કહે છે. વાસ્તવમાં એ શ્રાવિકાની મૂર્તિ છે. તેના ઉપર લેખ જેવા નથી. મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના સરખી આકૃતિના બે મોટા મનોહર કાઉસગ્ગિયા છે. તેની બાજુએ અને ઉપર મળીને બાર-બાર મૂર્તિએ ઉત્કીર્ણ છે. એ બંનેમાં બે ઈદ્રો અને શ્રાવક-શ્રાવિકા છે. આ કાઉસગ્નિયા ઉપરના લેખથી જણાય છે કે, સં. ૧૩૫૧માં બ્રહ્માણગછના આ મંદિરમાં મડાહડગચ્છીય પરવાડ શ્રાવક પુનસિંહે આ કાઉસગ્નિયા ભરાવ્યા છે. મંદિરને રંગમંડપ કરાવ્યા સંબંધે વિ. સં. ૧૪૪૬ને એક લેખ અને સં. ૧૨૪૨માં પુનિગ આદિ શ્રાવકોએ બ્રહાણગચ્છના આ મહાવીરસ્વામી મંદિરની ભમતીમાંની શ્રી અજિતનાથ ભગવાનની દેરીના ગુંબજની પદ્મશિલા કરાવ્યા વગેરેના ચાર લેખે મળી આવે છે. મંદિરની છતમાં ભગવાનને જન્મત્સવ, શ્રીનેમિનાથ ભગવાનની જાન વગેરેના આકર્ષક ભાવે શિલામાં અંકિત કર્યા છે. આ ભાવચિત્રો તત્કાલીન સમયને ખ્યાલ આપે છે અને આપણને અલોકિક વાતાવરણની અસર નિપજાવે છે. ઉપર્યુક્ત શિલાલેખીય પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે, આ મહાવીરસ્વામી ભગવાનનું મંદિર બ્રહ્માણીય શ્રાવકે એ સં. ૧ર૪ર પહેલાં બંધાવ્યું હશે જેને તે પછી સમયે સમયે જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. અહીં માત્ર ચારેક શ્રાવકનાં ઘરે વિદ્યમાન છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy