________________
કિરણ ૨૬ મું
કાપરડાજી જોધપુર બીકાનેર રેલવે લાઈનના પીપાડ રોડ જંકશનથી બીલાડા -જતી રેલ્વેના શલારી સ્ટેશનથી ચાર માઈલ દૂર કાપરડા નામનું ગામ છે. એક વખત આ સારી આબાદીવાળું શહેર હતું. આજે તો અહીં મામુલી વસ્તી છે.
અહીં શ્રી સ્વયંભૂપાશ્વનાથજીનું ચાર માળનું વિશાળ ગગનચુંબી - ભવ્ય મંદિર છે. આ મંદિર ૧૬૭૫ માં જૈતારણવાસી એસવાલ - ભાણજી ભંડારીએ બંધાવ્યું હતું.
આ મંદિરની ચમત્કાર પૂર્ણ કથા જાણવા જેવી છે.
શ્રી ભાણજી ભંડારી જોધપુર રાજ્યના જૈતારણના રાજક ચારી હતા. વ્યવસ્થા સુંદર ચાલતી હતી, પણ કોઈ ઈર્ષ્યાળુએ રાજાના કાન ભંભેર્યો. જોધપુરથી રાજાને હુકમ આવ્યો કે ભંડારીજીને તુરત હાજર કરે. ભંડારછ કાપરડા આવ્યા. જમવાનો સમય થયો. રસોઈ તૈયાર કરાવી. પણ ભંડારીજી જમવા ઉઠ્યા નહિ. તેમને દર્શનપૂજનનો નિયમ હતો. તપાસ કરતાં એક યતિજીને ત્યાં પ્રતિમા હતી. ભંડારીએ દર્શન-પૂજન કર્યા. યતિ ભંડારીજીની ઉદાસીનતા જોઈ ગયા. ભંડારીજીને કારણ પૂછ્યું. ભંડારીજીએ જોધપુરનો હુકમ જણાવ્યો. યતિજીએ કહ્યું તમે નિર્દોષ પાછા આવશે. એવું જ બન્યું. રાજાએ તો ભંડારીજીને જોઈને તેમને સન્માન આપ્યું. પાછા વળતાં યતિના દર્શને ભંડારીજી આવ્યા. યતિએ કહ્યું, અહીં એક મંદિર મંદિર બાંધવું છે અને તમારે એ કામ કરવાનું. ભંડારીજી તે આ સાંભળી આનંદ પામ્યા પણ પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org