SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ૨૨મું મારવાડના તીર્થો મરૂભૂમિ મારવાડ વીરતા–રતા અને બલિદાનની ભૂમિ છે, દાનવીરતા પણ એવી જ સુપ્રસિદ્ધ છે. મારવાડમાં અનેક કળામય ભવ્ય જિનમંદિર છે. જગતના કલામંદિરમાં આબુ અને રાણકપુરના બેનમૂન ભવ્ય મંદિરનું સ્થાન અદિતીય ગણાય છે. શ્રદ્ધેય જન દાનવીરોએ કરોડ રૂપિયા ખરચી આત્માશુદ્ધિ, આત્મશાંતિ અયે આત્મકલ્યાણના દિવ્ય સંદેશ આપતા ભવ્ય મંદિર બંધાવી પોતાની લક્ષ્મી અને જીવનનું સાર્થક કુયું છે. ચંદ્રાવતી–ખરેડીથી દક્ષિણ દિશામાં ચાર માઈલ અને સાંતપુરથી અઢી માઈલ પર ચદ્રાવતી ગામ આવેલું છે. આબુના પરમારોની આ રાજધાની હતી. મહામંત્રી વિમળશાહ અને વસ્તુપાળ અને તેજપાળના વખતમાં આ નગરીની જાહેરજલાલી અપૂર્વ હતી. હજારો શ્રાવકના ઘરે અને ૧૮૦૦ જીનમંદિરે હેવાને ઉલેખ મળે છે. અલ્લાઉદ્દીન ખીલજીના અને બીજા મુસલમાન બાદશાહોના હુમલામાં ચંદ્રાવતીનો નાશ થયો છે. મહામંત્રી વસ્તુપાળના લઘુબંધુ તેજપાળની પત્ની અનુપમાદેવી, ચંદ્રાવતીના પિરવાડ ગાંગાના પુત્ર ધરણુગની પુત્રી હતી. આજે તે ચંદ્રાવતીમાં ખંડિયર ને કલાના નમૂનારૂપ મંદિરે તથા મૂર્તિઓના અવશેષો માત્ર મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy