________________
.
રય પૂર્ણ ત્યાગકી સાધના, કરતી કલીમલ ચૂર્ણ
હો જાતા પામર મનુજ, પરમાત્મ પ્રતિ પૂર્ણ. -જૈનેના સંખ્યાબંધ બંગલાઓ છે. હવાખાવાનું આ સ્થળ ગણાય છે. સુરત શહેર પહેલાં હિંદનું એક પ્રસિદ્ધ બંદર હતું, પણ હમણાં તાપી નદી પૂરાતાં તેમજ મુંબઈ જેવા બંદરે છેલ્લી ઢબના સાધન સમૃદ્ધ બનતાં બંદર તરીકેનું મહત્ત્વ સુરતનું રહ્યું નથી. સુરત શહેરમાં રત્નસાગરજી જન બેડિંગ-તથા કન્યાશાળાઓ તથા બીલખાતા તેમજ ધર્મશાળાઓ નથા કન્યાશાલા વનિતાવિશ્રામ શીવપુરામાં આવેલું છે.
શંદેર–સુરતથી પશ્ચિમ બાજુ તાપી નદી ઉતરીને ઉત્તર બાજુ જતાં દેરાસર શહેર આવે છે. રાંદેર સુરતથી ૨ માઈલ થાય. સુરત કરતાંયે આ શહેર પ્રાચીન ગણાય છે. દશ જિનમંદિરો અહિ છે. જે ભવ્ય, મનોહર તથા પ્રાચીન છે. વિ. ના ૧૮માં સૈકાના પ્રારંભમાં થઈ ગયેલા સમર્થ વિદ્વાન તથા કલ્પસૂત્ર પર સુબેધિકા નામની ટીકાના રચયિતા તરીકે સુપ્રસિદ્ધ મહાન વૈયાકરણે મહા મહોપાધ્યાય શ્રી. વિનયવિજયજી મહારાજા અહિં કાળધર્મ પામ્યા છે. આજે તેઓશ્રી જે સ્થાને ચાતુમસ રહ્યા હતા, તે ઉપાશ્રય વિદ્યામાન છે શ્રીપાલરાજાને રાશ આ શહેરમાં રચતાં-રચાંત અધૂરો રહ્યો. અને તેથી સ્વર્ગવાસ પામ્યા. વિ. સં. ૧૭૨ ૭ ના ચાતુર્માસમાં અહિં રહીને તેઓશ્રીએ પુણ્ય પ્રકાશનું સ્તવન. આસો સુદ ૧૦ ના દિવસે પૂર્ણ કરેલું છે. આજે વ્યાપાર-વ્યવસાય મંદ હોવાના કારણે જેનોની વસતિ દિન-પ્રતિદિન અહિં ઘટતી રહી છે. અહિના બધા દેરાસરે પ્રાચીન છે. શ્રીનેમિનાથ ભગવાનનું વિશાલ છે. મુસ્લીમકાળમાં થતા અત્યાચારોના કારણે દેરાસરોના ગભારા તથા દેરાસરની રચના બહારથી, જેનાર અજાણ્યાને ગુપ્ત જેવી લાગે તેવા પ્રકારની છે. રાંદેરથી ૯ માઈલ દૂર એરપાડામાં સુંદર દેરાસર છે. વરિયાવ વથા કઠેરમાં પણ દેરાસરો સુંદર છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org