________________
૨૨૨ કાને સુણું ન માનીએ, નજરે દીઠો સે સચ્ચ;
નજરે દીઠી ન માનીએ, નિર્યણ કરી સે સચ્ચ. સ્થાન છે. રેલ્વે લાઈન પર હોવારી વાહન વ્યવહાર પણ અનુકૂલતા વાળો છે. છતાં મોજ-શોખ અને આરામ પ્રિય આજના યુગે, તીર્થસ્થાન જેવાં સંયમ, તપ, ત્યાગ તેમજ સાદાઈના આદર્શ પ્રતીક રૂપ આવાં સ્થળામાં પણ વૈભવ-વિલાસ–મેજશોખનું વાતાવરણ ઉભું કરી દીધું છે. એ ખરેખર કમનસીબી કહેવાય. હા, શારીરિક કે માનસિક સ્વસ્થતા માટે, ઈતર સ્થળોએ હવા ખાવા જેવું એના કરતાં આવા તીર્થસ્થળોમાં જઈને રહેવાથી બે લાભ છે, એમ માનીને હવા -ખાવા ભલે આ સ્થળોએ જનો આવે. એની હામે આપણે કાંઈ કહેવાનું ન જ હોય. એ બહાને હમેશાં પ્રભુજીનાં દર્શન થાય, સેવા પૂજામાં સમય વીતે, સાધર્મિકભાઈ-બહેનોને પરિચય થાય, સાધુસાધ્વીનાં દર્શનનો લાભ મળે, અને સુપાત્રભક્તિ પણ થાય. તનને શાતા મળે, મનને સમાધિ રહે, એટલે શારીરિક કારણે પણ તીર્થ સ્થાનમાં જઈ વસનારાઓને આ રીતે અનેક લાભ સમાયેલા છે. પણ તીર્થસ્થાનોની મર્યાદા, પવિત્રતા જળવાવી જોઈએ. એ સહુ કેઈએ ખ્યાલમાં રાખવાનું છે. કંદમૂલાદિ અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ તેમ જ પાનાંને જુગાર કે એવાં અનિષ્ટ
આ પવિત્ર ધર્મસ્થાનોમાં તો નજ હોવા જોઈએ. આ માટે યાત્રિકોએ, પ્રવાસીઓએ તેમજ ધર્મસ્થાનોના વહિવટદારોએ ખૂબ જ જાગ્રત રહેવું ઘટે છે. આપણું તીર્થસ્થાનોની પવિત્રતા મહત્તા તથા પ્રતિષ્ઠા જે રીતે અત્યાર સુધી જળવાઈ રહી છે. તે સ્થિતિ અખંડ રહેવી જોઈએ. વહિવટદારોએ પણ તીર્થના સ્થળોમાં મેજ-શોખ કે શૈભવ વધે તેવી સગવડે નહિ જ ઉભી કરવી જોઈએ. પાનસર તીર્થસ્થળમાં ઈલેકટ્રીક લાઈનો ગોઠવી, યાત્રિકોની સગવડ વધાર્યાનું જે વહિવટદારો ગૌરવ લેતા હોય તો આ તેઓની ગંભીર ભૂલ છે. પાનસર તીર્થ રળીયામણું અને યાત્રિક પ્રવાસીઓને ગોઠી જાય તેવું આલ્હાદક છે. પેઢીની વ્યવસ્થા પ્રશંસા માંગી લે છે. ગામમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org