________________
નમન નમનમેં ભેદ હે, બહેત નમે નાદાન; ૧૮૭
દગલબાજ દુના નમે, ક્યું ચિત્તા એર કમાન. એક માઈલ પર શંખલપુર ગામ છે. ગામ જૂનું છે. એક દેરાસર સુંદર છે. દેરાસરમાં ભોંયરૂ છે પ્રતિમાજી ઘણું છે. પૂર્વકાળમાં અનેક દેરાસરો હોય, અને તે બધા જીર્ણ થતાં પ્રતિમાજીને અહીં પધરાવ્યાં હોય, એ બને. શ્રાવકના ૩૦ ઘરે અહીં છે.
- શંખેશ્વરજી–ઉત્તર ગુજરાતનું પ્રભાવશાલી પ્રાચીનતમ તીર્થ
શ્રી શંખેશ્વરજી મહામહીમાવંતુ તીર્થ છે. હારિજથી, ૧૫ ભાઈલ તથા રાધનપુરથી ૩૦ માઈલ દૂર શંખેશ્વરજી તીર્થ આવેલું છે. ભ. શ્રી. નેમિનાથસ્વામિના શાસનમાં શ્રી કૃષ્ણ વાસુદેવ અને જરાસંઘના યુદ્ધમાં જરાના ઉપદ્રવથી કૃષ્ણ મહારાજાનું સમગ્ર સૈન્ય
જ્યારે વિદ્વલ બન્યું હતું ત્યારે શ્રી શંખેશ્વર પાશ્વનાથ ભગવતના સ્નાનજલથી સિન્યને રોગ ચાલ્યો ગયો. આજ સ્થાને પ્રભુજીને ધરણેન્ડે પ્રગટ કર્યા હતા. એટલે ત્યારબાદ આ સ્થાનમાં, પ્રબુજીને કૃષ્ણ-વાસુદેવ મંદિર બનાવીને બિરાજમાન કર્યા. હાલ વિદ્યમાન પ્રભુજી અતિશય પ્રાચીન તથા પ્રભાવક છે. ગઈ ચોવીસીના નવમા તીર્થકર શ્રી દામોદરસ્વામીના શાસનમાં અષાઢી શ્રાવક આ પ્રતિમાજીને ભરાવ્યા છે. ત્યારબાદ સૌધર્મદેવલોકમાં સૂર્યવિમાનમાં, આમ ઉત્તરોત્તર પહેલાં, બીજા, દશમ, બારમા, દેવલોકમાં, લવણ સાગરમાં, ભવનપતિ, વ્યંતરના આવાસમાં આ રીતે પૂજાયા બાદ ધરણેન્દ્રના આવાસમાં હતાં. ધરણેન્દ્ર નામિવિનમિને આપ્યા હતા. તેમણે યાજજીવ પૂજ્યા બાદ ચંદ્રપ્રભવામિના શાસનમાં ગિરનારની ૭મી ટૂંકમાં સૌધર્મેન્દ્ર સ્થાપન કર્યો, ત્યાંથી ધરણેન્દ્ર પદ્માવતી પોતાના નિવાસમાં લઈ જઈને પૂજવા લાગ્યા. ભ. શ્રી નેમિનાથસ્વામિના શાસનમાં જરાના નિવારણ માટે શ્રીકૃષ્ણ મહારાજાએ આરાધના કરી, અહીં સ્થાપન કર્યો, ત્યારથી આ પ્રભાવશાલી પ્રતિમાજી અહીં બિરાજમાન છે. ત્રણ ખંડના સ્વામિ શ્રી કૃષ્ણ વાસુદેવે અહીં વિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org