________________
.
પીપલ પાન ખરંતા, હસ્તી કુંપળીયાં; ૧૮૧
હમ વીતી તુજ વિતશે, ધીરી બાપડીયાં. કહેવાય છે. ઈડરના રાજાએ સીસોદીયા ગણાય છે. ઈડરના ધર્મ
સ્થાનને વહીવટ ત્યાનો જન સંધ શેઠ આણંદજી મંગલજીની પેઢીના નામથી કરે છે. એકંદરે ઇડર યાત્રાનું ધામ છે. સુંદર જિનમંદિરે, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, આદિ ઈડરમાં યાત્રા કરવા યોગ્ય છે. પૂ. આચાર્યાદિનાં ચાતુમસે અહીં અવારનવાર થાય છે. જન સંઘના ભાવ-ભક્તિ સારા છે.
પિશીના–ઈરથી ૬ ગાઉ દૂર, કેસરીયાજી તીર્થ બાજુ રસ્તે પિશીનાજી તીર્થ આવેલું છે, અહીં પ્રાચીન જિનમંદિર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૩ ફૂટ ઊંચા ભવ્ય પ્રતિમાજી છે. પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના સમયના છે. આ પ્રતિમાજી માટે એમ કહેવાય છે કે, લગભગ ૧૨૦૦ વર્ષ પહેલાં આ પ્રતિમાજી જંગલમાં એક ઝાડ નીચેથી મળ્યા હતાં, મૂળમંદિરની બાજુમાં બે શિખરબંધી દેરાસરો છે. હામે પણ બે દેરાસરો છે. અહીં શ્રાવકના ઘર એકેય નથી, તીર્થની વ્યવસ્થા ઈડરને સંધ કરે છે. અહીંનું સ્થાન રમણીય છે. ઔષધિઓ, વનસ્પતિઓ ઘણું થાય છે.
મેટાપશીના–ઈડરથી વડાલી, ખેડબ્રહ્મા થઈ મારવાડના રસ્તે ઉત્તર-પૂર્વ બાજુ જતાં ગુજરાતના છેક છેલ્લા ખૂણામાં આ ગામ આવ્યું છે. ચારે બાજુ ગિરિમાળાઓ વીંટળાઈને રહી છે. આ ગામમાં પ્રતિ મહારાજાના સમયના પ્રાચીન જિનમંદિરે છે. જે ભવ્ય તથા વિશાલ છે. ગામમાં શ્રાવકોના ૩–૪ ઘરો છે. મંદિરમાં બિરાજમાન પ્રતિમાજી બધાં સુંદર છે. આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. - શેરીસા–અમદાવાદથી ઉત્તર બાજ વિહાર રસ્તે એમણજથી શેરીસા જવાય છે રેલ્વરસ્તે કલોલ સ્ટેશનથી ૪ માઈલ શેરીસા આવેલું છે. આ તીર્થ અતિહાસિક છે. પૂર્વકાલમાં અહીં મેટું નગર હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org