________________
૧૬૦ થી પઢપઢ મર ગયે, પંડિત ભયે ન કાય;
અઢાઈ અક્ષર શ્રેમકા, પઢે સો પંડિત હોય. મારી પાર્શ્વનાથ
રતનપોળના નાકે રીલીફરોડ ઉલંઘીને મેરીઆ પાર્શ્વનાથની ખડકીમાં બે દેરાસરો છે. તેમાં પહેલું દેરાસર મોરીયા પાર્શ્વનાથનું કહેવાય છે, તેમાં મુલનાયકની બાજુમાં મોરીયા પાર્શ્વનાથ ભગવાન અવિશય પ્રભાવંત તથા ચમત્કારિક છે. શહેરમાં વસતાં હજારો ભાવિક હવારથી માંડી સાંજ સુધી આ દેરાસરમાં પ્રભુજીનાં દર્શન કરવા દરરોજ આવે છે તે રીતે પાંજરા પોળ, દાદાસાહેબની પોળ પણ ૬ સુંદર દેરાસરે છે. પાંજર,પળની પાછળ ઘીકાંટા પર શેઠ જેસીંગભાઈની વાડીના વિશાલ ચેકમાં નાજુક જિનમંદિર છે. જેમાં આદિશ્વર ભગવાન બિરાજમાન છે. ત્યાંથી આગળ વધતાં પંચભાઈની પિાળ, કીકાભરની પોળ, લુણાવાડે, મહાજન વાડે આ બધેય પણ ભવ્ય જિનમંદિર છે.
શહેરનો મધ્યલો શ્રી ડોશીવાડાની પોળના નાકા પરને ભાગ ગણાય છે. જેને માટે આ લત યાત્રા ધામ જેવો છે. સમસ્ત અમદાવાદ શહેરના ખૂણે-ખાંચરે રહેલા ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ ટોળે ટોળા મળીને સર્વ દિવસોમાં આ બાજુ દેવદર્શને તથા ગુરૂવંદને આવતાં નજરે પડે છે. આ લત્તામાં મુખ્ય મંદિર શ્રી મહાવીર સ્વામીનું ગણાય છે. રીચીરોડના નાકા પર આ દેરાસર આવેલું છે. શાસનનાયક ભગવાન શ્રી મહાવીરદેવની મનહર પ્રસન્ન, તેજસ્વી મૂર્તિમંદિરમાં મૂળનાયક તરીકે વિરાજમાન છે. ભાભા પાર્શ્વનાથ
શ્રી મહાવીર ભગવંતની મૂર્તિ શાંત–વૈરાગરસમાં તરબોળ બનેલી હોય તેવી લાગે છે. અહીં બિરાજમાન પ્રભુની આલ્હાદમય અદ્ભુત પ્રતિમાજી જોઈ હદય ઠરી જાય છે. રોમ-રાજી વિકસિત થાય છે. સારાયે શહેરના ભાવિકે હવાર સાંજ આ દેરાસરના દર્શન કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org