SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ સાકર તજે ન ગળપણ, સોમલ તજે નહિ ઝેર; સજજન તજે ન સહનતા, દુર્જન તજે ન વેર. અજારા ઉનાથી અજારા લગભગ ૨ માઈલ થાય છે. અજારા ગામ અત્યારે તન્દ્ર નાનું ૨૦૦-૩૦૦ ઘરોની વસ્તીવાળું ગામડું છે. ગામની બહાર શ્રી અજાહરા પાર્શ્વનાથનું ભવ્ય મંદિર તથા વિશાળ ધર્મશાળાઓ છે. સ્થાન ખૂબ જ રમણીય તથા એકાંતમાં છે. હવા પાણી પણ નિર્દોષ તથા સ્વચ્છ છે. વાતાવરણ આરોગ્ય પ્રદ છે. આત્માના આરોગ્ય તથા શારીરિક, માનસિક સ્વાસ્થ માટે આવાં સ્થાને ખૂબ જ ઉપકારી છે. અજારા પાર્શ્વનાથનાં પ્રતિમાજી અતિશય પ્રાચીન છે. ભ. શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં અયોધ્યા નગરીમાં ઈવાકુ વંશમાં આઝરણ્ય રાજા થઈ ગયા છે. જેમનું બીજુ નામ અજયપાલ હતું. આ રાજાને એક વેળા પૂર્વના આશાતાના ઉદયથી શરીરમાં કોઢ આદિ અનેક રોગો થયા હતા. આથી રાજ્ય છોડી તે રાજા, શ્રી સિદ્ધગિરિજીની યાત્રાથે નીકળ્યા ત્યાંથી ફરતાં તેઓ અહિં દિપપત્તન-દીવબંદરે આવ્યા. અને રાજ્ય વસાવી અહિં જ તેઓએ વસવાટ કર્યો. એટલામાં રત્નસાર નામનો વ્યાપારી આ રસ્તે થઈ દરિયા માગે વહાણ હંકારી પરદેશ જઈ હ્યો છે. દ્વીપ બંદર આવતાં વહાણને ઉપદ્રો આવવા લાગ્યા. રત્નસાર મૂંઝા. ત્યાં અધિષ્ઠાયક દેવીએ કહ્યું: “અહિં કલ્પવૃક્ષના સંપુટમાં શ્રી પાર્શ્વનાથ ભ. ભવ્યનું બિંબ છે. તે અજયપાલ રાજાને આપ જેથી તેના રોગો ટળી જશે. રત્નસારે દીપપત્તનમાં પ્રભુજીના સમાચાર રાજાને કહ્યા. અજયપાલ ત્યાં આવ્યો. પ્રભુજીમાં દર્શન કરી તે આનંદ પામ્યો. ૫ભુજીનાં સ્નાત્ર જલથી તેને રોગ ગયો. રાજાએ આ સ્થાને શ્રભુજીનું ભવ્ય મંદિર બંધાવ્યું, અને તેની વ્યવસ્થા માટે તેણે દશ ગામ આપ્યા. ત્યારબાદ આ અજયપાલ-અઝરણ્ય રાજાએ પોતાના પુત્ર અનંતરથની સાથે દીક્ષા લીધી. અજયપાલ રાજાના બીજા પુત્ર દશરથ મહારાજા જેઓ રામચંદ્રજી આદિના પિતા થાય છે. આ પ્રતિમા જીને આ પૂર્વે ધરણે પિતાના આવાસમાં ૭ લાખ વર્ષે પૂજ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy