________________
કરણ ૧પ મું
આગ્રાથી અજમેર ૧ આગ્રા
આ એતિહાસિક ને જગપ્રસિદ્ધ શહેરને આગ્રા સીટી, આગ્રા ફોર્ટ, ઈદગાહ અને બેલનગંજ નામના જુદા જુદા સ્ટેશને છે. એ બધામાં આગ્રા ફોર્ટ પર મુકામ અનુકૂળ છે. રોશન મહોલ્લો તેમજ ધર્મશાળા નજીકમાં છે. ટ્રેનમાંથી નજરે પડતું લાલરંગી જુમામસ જીદનું મકાન રોશન મહોલ્લાના નાકા પર છે. જિનાલય પ્રદક્ષિણાનો ક્રમ—રોશન મહેફ્લો-(૧) ચિંતામણી પાર્શ્વનાથ-વિશાળ દેવાલયમાં ઊંચી વેદિકા પર જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના વરદ હસ્તે પ્રતિષ્ઠિત થયેલ મનહર મૂતિ વિરાજમાન છે. બિંબ પર એ સંબંધી લખે છે, જેમાં પ્રતિષ્ઠા કરનાર તરીકે શ્રાવકકુળભૂષણ માનસિંહજીનું નામ છે. સ્ફટિક બિંબ ૨ ને ધાતુબિંબ ચાર દર્શનીય છે. સમિપના ચોકમાં ફરતા કમરામાં શાન્તિજિન, મુનિસુવ્રત સ્વામી, ચૌમુખજી તેમજ પાર્શ્વનાથ મૂળનાયક હેઈ બીજા પણ ઘણું બિંબે બાજુમાં તેમજ ગોખલાઓમાં છે. વચમાં ઊંચી બેઠક પર જે સ્થાથવણું ચતુ વગરના મનોહર બિંબ છે તે દશમા શીતલનાથ છે. એ મસીદમાંથી નીકળેલા છે. ચકુ ચડાવાતા નથી છતાં મૂતિ જોતાં આત્મા ઠરી જાય છે, ને મન પર કઈ જુદી જ છાપ પડે છે. (૨) સીમંધરજિન નજીકમાં જમણા હાથની ગલીમાં છે.
નમકમંડી, રેશન મહોલ્લામાંથી ત્રણ લીંગ દૂર બજાર માગે છે. (૩) શાન્તિનાથ-પથ્થરની બાંધણીવાળું આ વિશાળ મંદિર છે. ભમતીમાં બે બાજુ બીજા પણ બિંબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org