________________
પુરાવો તર્કસંગત છતાં શાસ્ત્રસંમત ખુલાસાઓ પરથી મળે છે. શક્તિ, ભક્તિ અને યુક્તિનો ત્રિવેણીસંગમ આ કૃતિકારમાં જોવા મળે છે.
વિ.સં. ૧૯૭૭ માં આત્માનંદ જૈન સભા ભાવનગર તરફથી, છપાયેલ આ ગ્રંથ જીર્ણ અને અલભ્ય થવાથી પૂજ્યપાદ પરમતારક ગુરૂદેવશ્રીની પ્રેરણાથી જિનશાસનની સેવાના અનેકવિધ કાર્યો કરતા શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી વિ.સં. ૨૦૪૩ માં પુનઃ પ્રકાશિત કરાવાયેલ.
તે જ વખતે પરમ પૂજય ગુરૂદેવશ્રીને આ ગ્રંથનો અનુવાદ કરવાની જરૂરિયાત જણાયેલ જેનો ઉલ્લેખ તે પુસ્તકાકાર ગ્રંથની પ્રસ્તાવનામાં કરેલ.
ગયા વર્ષે તેઓશ્રીએ આ ગ્રન્થનો અનુવાદ કરવાની જવાબદારી મારાશિર પર મૂકી, જે તેઓશ્રીની જ કૃપાના બળે પૂર્ણ થઈ છે. . .
આ અનુવાદ તપાસી આપવાં પ.પૂ. સિદ્ધાંતદિવાકર ગીતાર્થશિરોમણિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાને વિનંતિ કરતાં તેઓશ્રીએ પોતાના વિદ્વાન પ્રશિષ્યરત્ન મુનિપ્રવરશ્રી સત્યકાંતવિજયજી મહારાજને લખાણ તપાસી જવા કહ્યું. તેઓએ પણ સાધંત લખાણ પૂ. સિદ્ધાંતદિવાકર આચાર્યદેવશ્રીની નજર તળે તપાસી આપી મને ઘણો જ ઉપકત કર્યો છે. તેઓ બન્નેનો હું ખૂબ ખૂબ ઋણી છું.
સદા પ્રેરણાના પિયુષ પાતા રહેતા અને સંયમના માર્ગે આગળ વધારવાની ઝંખના રાખતા સાધ્વીજી શ્રી હિતરક્ષાશ્રીજી મ., તથા સાધ્વીજી કુલરક્ષાશ્રીજી (પૂ.બા તથા બહેન મહારાજ) યાદ આ ક્ષણે આવ્યા વિના રહેતી નથી. તેમના અનંત ઉપકારનું ઋણ કદાપિ ચૂકવી શકાય તેમ નથી.
મારા પ્રત્યે સદા હેતની હેલી વરસાવનાર મુનિરાજશ્રી ઉદયદર્શન વિજયજી મ.સા. ( પિતાજી મહારાજ ) સદા મારા પ્રોત્સાહક રહ્યા છે. તેઓએ પ્રેસકોપી કરવા વિ.માં પણ ઘણી સહાય કરી છે તેઓનો પણ ઘણો આભારી અને ઋણી છું. મુનિશ્રી જિનાબોલિવિયજી એ પણ ઘણી સહાય કરેલ છે.
આ ઉપરાંત નામી-અનામી, જાણ્યું કે અજાયે મારા આ પ્રથમ અનુવાદ કાર્યમાં સહાયક બનનાર દરેકનો આભારી છું.
પ્રથકારશ્રીના આશય વિરુદ્ધ લખાયું હોય તો તે બદલ હાર્દિકમિચ્છામિ દુક્કડં. પ્રાન્ત, ભવિષ્યમાં પણ જિનશાસનની સેવા કરવાનું સૌભાગ્ય વારંવાર પ્રાપ્ત થાઓ એવી અંતરની પ્રાર્થના સાથે.
શ્રી ભુવનભાનુ-પ-હેમચન્દ્રસૂરિ શિષ્યાણ
સંચમબોલિવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org