________________
કઈ ધન હોય તેમાંથી થોડું ઘણું પણ આ રસ્તે ખરચી મારા આત્માને સહસ્તે વાળવા પ્રયત્ન કરે તેવા વિચારો મારા મનમાં સતત ચાલતા હતા, તેવામાં સ્વ. ભાઈશ્રી ચીમનભાઈએ શ્રી. નવપદજીની આયંબીલની ઓળી કરાવી અને ઘણા પ્રભાવક આચાર્યો અને સાધુ મુનિરાજે અત્રે પડવણજ આવી તે સમયે કપડવણજ શોભાવ્યું.
એ વખતે મને સાધુઓ પાસેના પુસ્તક સંગ્રહ માટેની જરૂરીઆત અને જરૂરીઆતના લીધે સંગ્રહ સંગ્રહના લીધે માવજત અને છેલ્લે તેને સહીસલામત અને વખતસર ઉપયોગી બની શકે તેવી રીતે રાખી મૂકવાની જોગવાઈ એની પણ મોટી આવશ્યક્તા છે તેમ મને લાગ્યું,
રાતે તે જ વિચારે મને એક જ્ઞાનમંદિરની જરૂરીઆત છે તેમ સમજાયું. આથી મેં પાઠશાળા અને જ્ઞાનમંદિર માટે સાથે જોગવાઈ કરવી તે નક્કી કર્યું', અને મેં તેને માટે રકમ જુદી મૂકવા નિર્ણય કરી ટ્રસ્ટ બનાવ્યું.
રકમ ઘણી ઓછી હોવાથી જમીન અને મકાને બેઉની જોગવાઈ માટે પૂરતી તે ન હતી, એટલે જમીન સતે મેળવવા વખત કાઢવો પડવોઃ પણ તે દરમિયાન કેટલીક રકમનું વ્યાજ સારા જેવું તેમાંથી મળ્યું. આ જમીન ૯૯ વરસના પટેથી મળતાં અને બધી મળી પચાસ હજારની રકમ ખરચી શકાય તેમ છે તેમ માલુમ પડવાથી, મકાનનું કામ શરૂ કરી દીધું.
મને જરૂર કોઈ શાસનદેવતાની સહાય હોવી જોઈએ, તેમ હંમેશાં લાગ્યા કરે છે. નહિ તે આ જ્ઞાનમંદિર માટે પરમ મહાજ્ઞાની અને નવાંગીના ટીકાકાર ૧૦૦૮ શ્રી અભયદેવસૂરીશ્વરજીનું નામ રાખવાનું મને ક્યાંથી સૂઝે ? બીજા કોઈને પૂછીને કે બીજા કોઈના કહેવાથી મેં નામ રાખ્યું નથી. મને શંકા એટલા જ માટે થાય છે કે મેં કંઈ તેમના માટે વાંચ્યું નથી કે સાંભળ્યું પણ નથી. માત્ર અમારા કપડવણજમાં તેમણે પાછલા દિવસો ગાળી અત્રે જ કાળધર્મ પામ્યા, તે તેમનાં પગલાં હોવાથી જાણતા હતા. ' મને શ્રદ્ધા છે કે જે શાસનદેવે મને આવી સહાય કરી છે તેજ હવે પછી પણ મને આ મકાનને “જ્ઞાનની પરબ' કે જે મારી મોટામાં મોટી અભિલાષા છે તે બનાવી દેવામાં સહાય કરશે જ અને અનેકને તેમના પૈસાનો વય આ તરફ વાળવા પ્રેરણા આપશે.
લી. સંધસેવક. કપડવણજ
વા. મ. પારેખ
૨૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org