________________
પરચૂરણ: ૧૪ પંચનિર્ચથી
૧૫ ષષ્ઠકર્મગ્રંથસપ્તતિકાભાષ્ય
આ રીતે શ્રી અભયદેવસૂરિજીએ એકલે હાથે આશરે બધા થઈ ને સાઠ હજાર લેક રચ્યા છે. કપડવંજ
જે નગરમાં આ ઉત્સવ ઉજવાય છે તે નગર કપડવંજ પણ કાંઈ આજકાલનું નથી. કપડવંજનું નામ શાસ્ત્રના પાના ઉપર ચડી ચૂક્યું છે, અને અહીંનાં વતની શ્રાવક-શ્રાવિકાઓની ધર્મપ્રીતિનું વર્ણન પણ જૈનગ્રંથમાં મળે છે.
આચાર્ય ૩૮ગુણચન્ટે સંવત ૧૧૩૯માં પિતે બનાવેલા મહાવીરચરિત્રની પ્રશસ્તિમાં ર્પટવાણિજ્યપુરને જે ઉલ્લેખ કરેલ છે તે જ આ કપડવંજ નગર છે.
ગુણચંદ્રસૂરિ લખે છે કે કપડવંજના વતની વાયડકુલના ગેવર્ધન શેઠ અને તેમનું વિપુલ કુટુંબ ભારે ધર્મપ્રિય હતું. તેમનામાં જેનધર્મ પ્રતિ અસાધારણ ભકિતભાવ હતું. તેમણે બાવન જિનાલયનું ભવ્ય મંદિર આ શહેરમાં જણાવ્યું હતું એ વગેરે વગેરે વર્ણન કરીને શ્રીગુણચંદ્રસૂરિ આપણુ ધર્મનાયક શ્રી અભયદેવસૂરિ તથા તેમના ગુરુ શ્રીજિનેશ્વરસૂરિ અને શ્રીબુદ્ધિસાગરસૂરિનાં નામે પણ બહુ સદ્દભાવ સાથે નેધે છે. અને છેલ્લે તેઓ જણાવે છે કે અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિની ખાસ પ્રેરણું મળવાથી આ મહાવીરચરિત્ર કપડવંજમાં પૂરું બનાવી શકાયું છે. આ તે કપડવંજની પ્રાચીન જાહેરજલાલી થઈ.
વર્તમાનમાં પણ જે શહેર આગમના અનન્ય ઉપાસક આનંદસાગરસૂરિજી તથા એવા જ આગમપ્રેમી શ્રીપુણ્યવિજયજી વગેરે મુનિઓનાં જન્મસ્થાનરૂપ છે અને સમતાવંત સાધ્વીજી શ્રીરતનશ્રીજી (પુણ્યવિજયજીનાં માતાજી) વગેરે અનેક સુશીલ સાધ્વીઓનાં જન્મ૩૮ જુઓ શ્રીવીઝારિયની પ્રશસ્તિ લે ૬૪ થી.
[૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org