________________
માં એક નવું બુદ્ધિસાગર નામનું વ્યાકરણ રચ્યું છે તે સંભવ છે કે કદાચ આ અરસામાં હેય. એથી એમ કલ્પના કરવી અસ્થાને નથી કે બુદ્ધિસાગરસૂરિ પાટણ છેડી જાલેર તરફ જઈ ત્યાં રહ્યા હાય અને જિનેશ્વરસૂરિએ પાટણથી વિહાર કરી ધારાનગરી તરફ પ્રયાણ કર્યું હોય.
એ સમયે રાજા ભેજને લીધે વિશેષ પ્રસિદ્ધિ પામેલી ધારા નગરીમાં મહીધર નામે મોટા શેઠ રહે, તેમનાં પત્નીનું નામ ધનદેવી. તેમને અભયકુમાર નામે એક પુત્ર પ્રભાવક ચરિત્રકારે મહીધરને “શેઠ” કહા છે એથી સંભવ છે કે તેઓ જાતે વાણિયા હોય.
જ્યારે જિનેશ્વરસૂરિ ધારા પહેચી ત્યાં ચોમાસુ કરવાની વૃત્તિથી સ્થિર થયા ત્યારે તેમણે ધારાની જનતાને જૈનધર્મને ઉપદેશ આપવા વ્યાખ્યાન દેવાં શરૂ કર્યા. સમગ્ર જનતા સાથે અભયકુમાર પણ તેમના વ્યાખ્યાનમાં નિયમિત આવવા લાગ્યું. તે એ વ્યાખ્યાનને નિયમિત સાંભળી મનન પણ કરતે રહેતે તેથી તેને તેમનાં વ્યાખ્યાનની સારી એવી સમજ પડતી. આ વખતે અભયકુમારનું વય લગભગ સેળ વરસ હોઈ તે વ્યાખ્યાનમાં સાંભળવામાં આવતું જગતનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કષાયવૃત્તિનાં દુષ્પરિણામ, કેવળ સ્વાર્થ સાધનની વૃત્તિથી ઉત્પન્ન થતી વિષમતા, હિંસા અસત્ય વગેરેની અનિટતા એ બધું બરાબર સમયે અને તેથી તેના ચિત્તમાં સંસારની સ્વાર્થ સાધુવૃત્તિને તજી દઈ સ્વ અને પરના કલ્યાણના નિમિત્તરૂપ સવેગ પક્ષની દીક્ષા લેવાનો વિચાર કુર્યો.
જ્યારે એ વિચાર બરાબર પાકી ગયે અને તેના ચિત્તમાં વિશેષ દઢતાથી સ્થિર થઈ ગયે ત્યારે તેણે એ વિશે પિતાનાં માતાપિતાની સંમતિ મેળવી શ્રીજિનેશ્વરસૂરિ પાસે જેન દીક્ષા સ્વીકારવાને પોતાને દઢ સંકલ્પ જાહેર કર્યો. આચાર્યું પણ તેના સંક૯૫ની નિશ્ચલતા, તેની યોગ્યતા, ઉત્સાહ વગેરે જેઈ તપાસી તેની બરાબર પરખ કરી તેને દીક્ષા આપી તેનું નામ અભયદેવમુનિ ૭૬ જુઓ બુદ્ધિસાગરવ્યાકરણની પ્રશસ્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org