________________
•
અતિથિસવિભાગ વ્રત ઉપર
હવે લક્ષ્મીધર જેટલામાં વસતપુરમાં ગયા તેટલામાં જિનદાસના વિયાગથી રાજા દુ:ખિત થઇ ગયા હતા, તે લક્ષ્મીધરના જાણવામાં આવતા રાજા આગળ જઇને તેણે જિનદાસ અને મત્રીનું સ્વરૂપ નિવેદન કર્યું. તે સાંભળી— આને જિનદાસના દેખતાં મારવે ' એમ વિચારી ક્રોધથી રાજાએ મત્રીને કેદખાનામાં નાખી દીધા. પછી વેગવાળા ઉંટ પર બેસી એ સુભટ સહિત રાજા પોતે ગુપ્ત રીતે જિનદાસને તેડવા કાશીએ ગયા. એટલે તેને જ મત્રી કરવા' એમ વચન લઇને ધર્મ બુદ્ધિવાળા તે જિનદાસ પેાતાની સ્ત્રી સહિત રાજાની સાથે વસતપુરમાં આવ્યો. ત્યાં રાજા થકી સવઐશ્વ બાસીને પણ તેણે તે અપકારી પ્રધાનને મંત્રીપણું આપી દીધુ. ઉપકારી જને દ્વેષ રાખતા નથી.
4
હવે એકદા વનપાલે આવીને રાજાને વધામણી આપી કે— વનમાં તપ કરતાં શંકરર્ષને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે.' એટલે તેને તુષ્ટિદાન આપીને જિનદાસની સાથે વિક્રમરાજા વનમાં ગયા, કારણ કે તેવા જનેા ધર્મમાં અગ્રેસર હેાય છે. ત્યાં મુનિને નમી ઉપદેશ સાંભળીને રાજાએ કહ્યુ કે હે પ્રભા ! મારા જિનદાસ મિત્ર પર વિપત્તિ સહિત સપદા કેમ થઇ?” ત્યારે જ્ઞાનામૃત સાગરના તરંગ સમાન પવિત્ર વાણીથી તે મહાત્મા ખેલ્યા કે—
:
કોંશાંખીમાં દત્ત નામે માતાની ભક્તિ કરનારા એક ધનબાન વિષ્ણુક હતા. તેની સુમિત્રા નામે માતા અને જયા નામે સ્ત્રી હતી. એક દિવસે સુમિત્રાએ—દાન એ જ ગૃહસ્થાને મુખ્ય ધર્મ છે.' એમ પોતાના ગુરૂની સાંભળેલ વાણી પુત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org