________________
હો રાજની સ્થા–૨ આગળ આવતા એક યતિને જોઈ, નમન કરી, માર્ગ મૂકીને પ્રથમની જેમ ચાલતે થશે. એટલે જાણે યમના દષ્ટિપાત હોય તેવા કેપારૂણ બે ભીલ આવી ભયંકર ભમ્મર ચડાવતા તે રાજાને કહેવા લાગ્યાઃ “આજે લાંબા વખતે શર પદ્ધતિ ચોરી કરવાની બુદ્ધિથી બહાર નીકળે, એવામાં દૂરથી તેણે આ વનમાં એક પાખંડી મુંડાને જોયે. તેને અપશુકન જાણતાં તેણે તેને વધ કરવાને શસ્ત્ર સહિત અમને મોકલ્યા છે. જે તે
ક્યાંય તારા જેવામાં આવ્યું હોય તે સત્વર કહે.' ત્યારે રાજાએ વિચાર્યું કે અસત્ય બેલીશ કે માન ધરીશ તે સીધે માર્ગે જતા યમ જેવા આ ભીલ મુનિને મારશે, માટે અત્યારે અસત્ય પણ સત્ય કરતાં વધારે હિતકારક છે.” એમ ધારીને શબ્દછળથી અસત્યરૂપ સત્ય બોલ્યા “દુઃખી મુસાફરોના અપશુકન માટે તે ડાબી બાજુએથી જાય છે. તેની અદૂભુત ગતિ હેવાથી તમને તે સહજમાં નહિ મળી શકે.' તેના આવા વચનથી તે બંને ભીલ, અસદુગુરુના ઉપદેશની જેમ વૃથા રસ્તે દેડ્યા.
હવે તેવા પ્રકારના વચનામૃતથી સુકૃતવૃક્ષને ધરાવનાર તથા યશ-પુથી સુવાસિત થયેલ તે હંસરાજા પ્રથમની જેમ આગળ ચાલ્યા. એવામાં સાંજે સૂવા માટે પુના પડવાથી સુંગધી થયેલ છે પૃથ્વીતલનું મડળ જયાં એવા વૃક્ષ નીચે તેણે વિશ્રામ લીધે. એવામાં “ધનના સાગરરૂપ તે સંઘ ઉપર આપણે ત્રીજે દિવસે તૂટી પડીશું; અને દરિદ્રતાના ભારને મૂકીને દ્રવ્ય-તરમાં તરીશું. ધસતાં જ પ્રથમ તે કેટલાક માણસને મારવા કે જેથી અલ્પ પરિવાર થતાં તેને રક્ષક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org