________________
મંગળ પ્રવેશ
ॐ असि आउसा नमः પંચ પરમેષ્ઠિથી અધિષ્ટિત, કાર પ્રણવાક્ષર મંત્ર બીજની સાથે, પચરંગી શ્રી પરમેષ્ઠિ ભગવંતેના પાંચે પ્રથમાક્ષરોને તે તે વણે વિલોકીને, નમસ્કારપૂર્વક જોડીને, શ્રી જિનગુણાનુવાદના મંગલ ક્ષેત્રના, મંગલ પ્રવેશ માટે, 9 અસિઆઉસ નમઃ પદ વડે શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતને વંદન કરું છું અને મહા મંગળકારી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરું છું.
પરમ ઈષ્ટ, પરમપદે સ્થિત, પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર.
નમો અરિહંતાણું. નમો સિદ્ધાણું: નમો આયરિયાણું. નમે ઉવજઝાયાણું.
નમો લોએ સવ્વ સાહૂણું. એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણસ;
મંગલાણં ચ સવૅસિં પઢમં હવઈ મંગલં. સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવને સાર; એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત અપાર.
નવકાર મહિમા ચૌદ પૂર્વરૂપ વિશાળ કૃતના સારરૂપ નવકાર મંત્ર છે. નવકારના દરેક અક્ષરોને મંત્રવિદો મહાન મંત્રરૂપ માને છે.
અડસઠ અક્ષરોની સંખ્યા અને નવપદના પ્રમાણને મંત્રવિદો મંત્રના પ્રભાવ અને તાકાતના ગતિ-સ્થિતીસ્થાપક માને છે.
આઠ સંપદા અને નવ પદમાં, નમસ્કાર પદના પાંત્રીશ અક્ષરો અને ચુલિકાના ૩૩ અક્ષરો મળી અડસઠે અક્ષરોને સંપૂર્ણ પણે દેવાધિષ્ઠિત માનેલા છે. જેના સમ્યગૂ આરાધનથી આરાધક અષ્ટમહાસિદ્ધિ અને નવમહાનિધિરૂપ બાહ્ય અને અત્યંતર બંને પ્રકારની સંપદા સંપ્રાપ્ત કરે છે.
નવના આંકને અંકશાસ્ત્રીઓ અભંગ અને સર્વોચ્ચ કક્ષાનો (ટોચને) આંક માને છે.
સદેવ, સદ્ગુરુ અને સધર્મરૂપ તત્વત્રી સાથે જેના પદો સદાકાળ સંકલિત છે. જિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org