________________
[૨૦] તમે કહ્યું, ‘તારી વાત સાચી છે. ચા, દૂધ કાંઈક લઈ લે. સમય “બહુ થોડો છે.”
મેં કહ્યું, બાપુજી, અમને કોઈ સંદેશો આપશો. તમે બેલ્યા. હા, દરેકને બોલાવો. મારી આજુબાજુમાં બેસીને, નવકાર મહામંત્રનું સ્મરણ કરીને, જાપનું વતાવરણ સર્જીને, મારી તૂટતી જીવનતાકાતમાં, ખૂટતા અધ્યાત્મબળનું સિંચન કરો કાંઈને કાંઈ વ્રત નિયમના યથાશક્ય અભિગ્રહ કરો. મારી પાછળ કોઈ રડશે નહીં. મૃત્યુના રુદન મરશિયાથી મારા મૃત્યુને પ્લાન બનાવશે નહી. જિનેન્દ્ર પૂજાના સુંદર સંગીતના સરગમ સરજાવીને, મારા મૃત્યુની મહત્તા વધારશે. શોકદર્શક કાળાં કપડાં પહેરીને મારા મૃત્યુને શ્યામ બનાવશે નહીં. હસતા મુખે અને પુલકિતદિલે જમણવાર અને ધર્મ ક્રિયાના આનંદ કિલેલના ઊજળાં પૂરમાં મારી મૃત્યુ સ્મૃતિને ઉજજવલ બનાવી રાખશે. દેહ માત્રનો અવશ્ય નાશ થવાને છે. તેથી મારા દેહ વિલયનું દુઃખ કેઈ ધરશો નહીં. મારો પ્રવાસ તો સરિયામ રસ્તે છે. તે રસ્તે મને કાંઈ પણ અડચણે આવવાની નથી. સહુ સુખ ચેનમાં શાંતિથી જીવજે. જીવનમાં શાંતિ સ્થાપવા માટે, કંકાસ અને કુસંપથી અળગા રહેજે. કંકાસનો કાદવ એટલો ચીકણે હોય છે કે જે વાતો નથી. જેમ ધુઓ તેમ ચીકાશ વધતી જાય છે. માટે પ્રથમથી જ કંકાસના કાદવમાં પગ પડી જાય નહીં તેને પૂરો ખ્યાલ રાખશે.”
તમે જોઈ શકે છે કે, હું તમારો હોવા છતાં, તમારો સંગાથ છોડીને ચાલ્યો જાઉં છું. જે દેહને હું મારો દેહ માનતો હતો. તે દેહનો હું ઈચ્છાએ કે અનિચ્છાએ ત્યાગ કરું છું. મારી માફક જ દરેક મરનાર છે, સંબંધીઓનો અને દેહનો ત્યાગ કરે છે. તે તમે સમજે. જે પર છે તેને પર માનો. સાચી સમજણ એ જ સુખની ચાવી છે. મૃતક બનેલો દેહ ગંધાઈ ઊઠે છે. તેથી અંગત જનો જ તેને અગ્નિસંસ્કાર આપે છે. પિતાના શબ પર પ્રાયઃ પુત્રોજ આગ ચાંપે છે. એ રીતે બધા દેહ છેવટે હુતાશનના હવિ બને છે. અગરતો હિંસક પ્રાણીના ભક્ષ બને છે. અને કાંતે ધરતીમાં ધરબાઈને મારી સાથે માટી બને છે. દરેક દેહની આ અંતિમ દશા છે.
પરલોકમાંથી જીવ કાંઈ બાહ્ય સામગ્રી લાવ્યા નથી, અને પરલોકમાં જતાં અહીંથી કાંઈ બાહ્ય સામગ્રી લઈ જઈ શકતો નથી. તમે દેવા ઈચ્છો છતાં દઈ શક્તા નથી. હું લેવા ઈચ્છું તે પણ લઈ શકતા નથી. મરણ સમયે માણસ માત્રની નિરુપાય અને અતિ લાચાર પામર પરિસ્થિતિ હોય છે. જે પરિસ્થિતિના પરિવહન માટે, ખૂબ અંતર બેજ કરી, કાયમ આત્મનિરીક્ષણ કરવા માટે સમય મેળવતાં રહેજે.'
સંવત ૨૦૨૮ ના ભાદરવા સુદિ-૩ સોમવારને સૂર્ય પ્રશ્ચિમ દિશાની ઊંડી ગર્તામાં ડૂબી ગયે. તમે તમારી સર્વ સુરતા સાથે અંતર ભૂમિમાં ઊતરી ગયા. મૃત્યુના મિત્ર બનેલા તમે મૃત્યુની પણ જર્જરિત દેહને સોંપીને, નવા દેહના નિર્માણ માટે, પરાકના પ્રવાસી બન્યા. અમારી આંખે સજળ બની; મુખ પ્લાન બન્યાં, અને મસ્તકે આપના પાર્થિવ દેહને નમી પડયા,
અપાર કાળજી, પૂરી માવજત, અને સુંદર સબંધ વડે, આપે મારા અંતરૂપ્રદેશમાં આત્મ પ્રતીતિની જ્ઞાન-જ્યોત પ્રગટાવીને, મને જે તાત્ત્વિક ભાવની આત્મ-દષ્ટિ આપી છે. તે દષ્ટિને હું સાચવી શકું અને તે દષ્ટિ દ્વારા જીવનમાં સંતેષ ખીલવી શકું, તેવું પ્રેરણું બળ તમેએ કહેલા શિક્ષા-વચનેમાંથી મને કાયમ મળતું રહે, એ જ અભ્યર્થના.
શુભાકાંક્ષી, છેરુ સવાઈલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org