________________
શ્રી જીતેન્દ્ર જીવન જયોત દર્શન : ૨૫ જિન-નિર્વાણ અંતરકાળ-સ્થાન-૧૫ નિર્વાણથી નિર્વાણના અંતર સમય ઘટતા રહે, બાવીશ અંતર-કાળથી શરૂઆતનું અંતર વધે; તેવીશ અંતરકાળમાં આરક ચતુર સમાય છે, અંતિમ અંતર વીરનું અઢીસો વરસનું અ૫ છે..૭
જિન તીર્થ જિન જીવ-સ્થાનક–૧૬૬ ભાવિ બને જિનેશ જે તે જિન છો જાણવા, વર્મા હરિષણ વિશ્વભુતિ તે વિગેરે માનવા; સિધ્ધાર્થ રાવણ નંદ નંદન શંખ આદિ રાજવી, નારદ રૂષીને કૃષ્ણ સાથે કૃષ્ણ માતા દેવકી...૮ બળદેવને રોહીણી અંબડ સત્યકી આનંદ એ, શ્રી પાર્શ્વના શાસન સુધીના દ્રવ્ય જિનના જીવ છે; શ્રેણીકને સુપાસ પિટિલ શંખ ઉદાયિ સુલસા, શતક દ્રઢાયુ રેવતી અંતિમ તીર્થે નવ જણ૯
અગીયાર રૂદ્રો-સ્થાન-૧૬૭ એકંદરે અગિયાર રૂદ્રો કઠિન તપ કાયા કસે, અગિયાર અંગે જ્ઞાત પ્રાયઃ મેક્ષગામી તદ્દભવે; રૂદ્રો કહ્યાં છે રૌદ્ર શબ્દોમાં રહેલા અર્થથી, ચારિત્રધર છે કૃતઘરે પુરા પ્રવિણ પરમાર્થથી...૧૦
સાત દર્શન ઉત્પતિ-સ્થાન-૧૧૮ યુગાદી દેવે પ્રથમ સ્થાપ્યું જૈન દર્શન જગતમાં, કૃષિ આદિ પ્રવૃત્તિના પ્રણેતા આદ્ય છે એ યુગમાં તે રૂષભ પ્રભુના શાસને વર્ષો ઘણું વિતી જતાં, કાળાંતરે શિવ-સાંખ્ય એ બે દર્શને ઉત્પન્ન થતાં..૧૧ શીતળ પ્રભુના શાસને નાસ્તિક વેદાંતીક છે, શાસન સમયના અંતકાળે દ્રષ્ટિ ભેદ ઉપજે; શ્રી પાર્શ્વ તીર્થે બૌધ દર્શન અંતકાળે ઉપજે, વૈશેષિક શ્રી વીર તીથે, સાત દર્શન એ રીતે...૧૨.
દશ અચ્છેરા-સ્થાન–૧૬૮ આશ્ચર્ય કારક જે બનાવો નિયતકમ ઉલંધીને, કેવાય અહેરા અનંતા કાળમાં કઈ બને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org