________________
૧૪૦ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન ૧. ઉત્કૃષ્ટ દેહમાનવાળા-શ્રી ઋષભદેવ ભગવાન, ભગવાનના ૯૯ પુત્ર અને ભરત ચક્રવતીના -
પુત્રો-મળી–૧૦૮ ની સંખ્યામાં એક સમયે સિદ્ધિ-પદ પામ્યા તે પ્રથમ અ છે.
રાને બનાવ ભગવાન ઋષભદેવના શાસનકાળે બંનેલ છે. ૨. અસંયત પૂજા-અસંતો પૂજાને યોગ્ય મનાયા તે બીજા અરોરાનો બનાવ શ્રી શીતળના
ભગવાનના તીર્થવ્યુચ્છેદ કાળમાં બન્યો છે. ૩. હરિવંશ-ઉત્પત્તિ-પૂર્વભવે સબંધી વિરદેવ, હરિવર્ણ યુગલિક ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા યુગલને,
હરિવર્ષ ક્ષેત્રમાંથી, ભરતક્ષેત્રમાં લાવી રાજ્યાસને બેસાડ્યા, અને તેનાથી જે વંશ ચાલ્યો તે હરિવંશ કહેવાય, હરિવર્ષ ક્ષેત્રના કે કોઈ પણ યુગલિક ક્ષેત્રના યુગલિક ભરતક્ષેત્રમાં આવે નહીં. તે ભરતક્ષેત્રમાં આવ્યા અને તેઓથી ભરતક્ષેત્રમાં હરિવંશ ઉત્પન્ન થયે તે અચ્છેરારૂપ બનાવે છે તથા યુગલિક સરલ સ્વભાવી હોઈ મરીને નરકે જાય નહીં પણ અહીં રાજ્ય કાર્યભારના પાપારંભે આ યુગલ મરીને નર્કગામી બન્યું છે તે પણ અચ્છેરારૂપ બનાવી છે. આ અચ્છેરાને બનાવ
શ્રી શીતલનાથ તીર્થે બનેલ છે. ૪. સ્ત્રી તીર્થકર દરેક તીર્થ પ્રવર્તક તીર્થકર દે પુરૂષ-દેહધારી (પુરૂષો જ) હોય છે. પણ-૧૯
મા શ્રી મલિનાથ ભગવાન સ્ત્રી તીર્થકર થયા છે ચેથા અરછેરાનો બનાવ શ્રી મલિનાથ તીર્થો બન્યો છે.
તપકીધો માયા કરીજી મિત્ર શું રાખ્યો ભેદ, મલિ જિનેસર જાણજી તે પામ્યા સ્ત્રી-વેદ.
(માયાની સજઝાય ઉદયરતન) ૫ અપરકંકા ગમન-ઘાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નગરીનો પદમોત્તર રાજા પાંડવપત્ની
શ્રી દ્રૌપદીના રૂપની પ્રશંસા નારદના મુખેથી સાંભળીને, દેવસહાયે દ્રૌપદીનું અપહરણ કરીને અપરકા નગરીમાં લઈ ગયો. આ કારણથી દ્રૌપદીના શીલના રક્ષણ માટે, અને દ્રૌપદીને પાછી લાવવા માટે, શ્રી કૃષ્ણ વાસુદેવ ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા અને અપરકંકા નગરીથી દ્રૌપદીને લઈ પાછા વળ્યા, તે સમયે ઘાતકી ખંડના ભરત ક્ષેત્રના કપિલ નામે વાસુદેવ, શ્રી મુનિસુવ્રત જિનના મુખથી શ્રી કૃષ્ણ વાસુદેવ ઘાતકી ખંડમાં આવ્યા છે. તેવી વાત સાંભળીને, તેઓ શ્રી કૃષ્ણને (સમ-૫૮ અધિકારી વાસુદેવને) મળવા માટે ઉકંડિત થયા, પરંતુ તે સમયે શ્રીકૃષ્ણ લવણુ સમુદ્રમાં ઘણે દૂર પહોંચી ગયા હતા, તેથી મુલાકાતની શક્યતા ન જણાતા ઘાતકી ખંડના ભારતક્ષેત્રના વાસુદેવે સમુદ્ર કાંઠે રહીને, શંખનાદથી શ્રી કૃષ્ણના આગમનનો સત્કાર કર્યો. શ્રી કૃષ્ણ પણ વળતે શંખનાદ કરી, ખુશાલી વ્યક્ત કરી. આ રીતે એક ક્ષેત્રને વાસુદેવ બીજા ક્ષેત્રમાં ન જાય છતાં શ્રી કૃષ્ણ ઘાતકી ખંડના ભરતક્ષેત્રમાં ગયાં તે અરારૂપ બનાવ છે. તેમજ બે વાસુદેવના શંખનાદ ભેળા થાય નહીં, પરંતુ આ પ્રસંગે ભેળા થયાં તે અર છેરારૂપ બનાવી છે. અમરકંકા ગમન અર છેરું શ્રી નેમિનાથ તીર્થ બનેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org