SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠાવિધાન દંડને આગળ કરીને દેરાસરના શિખર ઉપર ચઢ્યા. તે વખતે સિદ્ધસૂરિ ગુરુએ શિખરના કળશ ઉપર વાસક્ષેપ નાંખ્યો અને તે કળશને જ દેશલના કુળમાં જાણે સ્થાપિત કરતા હોય તેમ શોભવા લાગ્યા. પછી સંધનાયક દેશલે સદાચારી કારીગરો પાસે પોતાના કીર્તિસ્તંભની પેઠે દંડની પ્રતિષ્ઠા કરાવી.૯૧ અને તેના ઉપર ચંદ્રના જેવી ઉજ્વળ એવી એક ધ્વજા બંધાવી. તે ધ્વજા, ભયંકર કવિકાળના વિજયથી ઉંચે ફરકી રહેલી દેશલની વિજયપતાકા હોય તેવી શોભતી હતી. તેમજ સર્વજ્ઞ ભગવાનના દેરાસર ઉપર વિસ્તાર પામેલી ઉજજવળ પતાકા, અત્યંત લાંબી તથા કાળા અગરના હસ્તક (થાપા) થી યુકત હાઈને ભવ્ય લેકેને પવિત્ર કરવા માટે સ્વર્ગમાંથી ઉતરતી અને ચક્રવાક પક્ષીથી યુક્ત એવી ગંગાની પેઠે શોભતી હતી.૩ પિતાના પાંચ પુત્રોથી યુકત સાધુ દેશલ, પાંચ ઈન્દ્રિયોથી યુકત જીવની પેઠે જ્ઞાન ધર્મોમાં અત્યંત શુદ્ધ બુદ્ધિવાળો ઈને સર્વ મનુષ્યમાં પરમ શોભાને પ્રાપ્ત થયું હતું.૯૪ પૂર્વે જાવડિએ પિતાની સ્ત્રી સાથે જ્યાં નૃત્ય કર્યું હતું અને તે વખતે વાયુ જેમ ને ઉરાડી નાખે તેમ વિધાતાએ તેને કયાંઈ ફેંકી દીધે તે હજી સુધી પણ કેાઈ જાણી શક્યું નથી, તેજ સ્થળે ભાગ્યશાળી દેશલે સમગ્ર સંઘની સાથે નૃત્ય કરવાનો આરંભ કર્યો અને તેમાં તેને મરથ સિદ્ધ થયે, તેમજ સમગ્ર પુત્રની સાથે તે વિજયી થયા.૯૫-૯૬ તે સમયે આનંદ પૂર્ણ મનવાળા સાધુ દેશલે નૃત્ય કરતાં કરતાં યાચકેને અનેક પ્રકારનાં દાન આપ્યાં હતાં, તેમજ સુવર્ણ, ઘોડા, વસ્ત્રો તથા અલંકારનાં પણ પુષ્કળ દાન કર્યા હતાં.૯૭ વળી જે વેળા દેવાલયના ઉપરના ભાગમાં રહીને તે નૃત્ય કરતો હતો, ત્યારે તેણે ક૯પવૃક્ષની પેઠે નીચે રહેલા મનુષ્યને અત્યંત હર્ષથી સુવર્ણ તથા રત્નના અલંકાર અને વરૂ૫ ફળ અર્પણ કર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy