SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કુતરાની ચરબીમાંથી ફરસાણનું તેલ બને છે. ગાય-બળદ વગેરેની ચરબી મીઠાઈઓમાં, ખારી બિસ્કીટમાં અને તળેલી વસ્તુમાં વપરાય છે. નુડલ્સ (સેવ) પેકેટમાં ચિકન ફલેવર (કુકડાનો રસ) ભેળવાય છે. કાંદા, લસણ અને ઈંડાનું મિશ્રણ પણ થાય છે, તે નાસ્તાની આઈટમ તરીકે વપરાય છે. લાલ રંગની જીવાતની સુકવણી કરવામાં આવે છે. જે ખાદ્યપદાર્થમાં અને સૌંદર્ય પ્રસાધનમાં લાલ રંગ માટે વપરાય છે. સાબુદાણાના કંદ ૪-૬ માસ ખુલ્લામાં પડી રહે છે. તેમાં ઘણી નીલ-ફુગ અને પાર વિનાના જંતુઓ ઉત્પન્ન થાય છે. તેના રસમાંથી સાબુદાણા બને છે. તે પીપરમીન્ટ, બિસ્કિટ વગેરે માટેનું ગળપણ, સેલાઈન ઈજેકશન, સેલાઈન બાટલા, ડીટરજંટ પાવડર, ડેટ વગેરે સાબુ, કપડા ધોવાના સ્ટાર્ચ પાવડર વગેરે માટે વપરાય છે. ટુથપેસ્ટમાં ઈડાનો રસ, હાડકાનો પાવડર, પ્રાણીજ ગ્લિસરીનનું મિશ્રણ થાય છે. વળી તેમાં વપરાતુ સોડિયમ કલોરાઈડ હૃદયરોગ અને કેન્સર કરે છે. તૈયાર પાઉચમાં મળતાં પાન મસાલા, સુગંધી સોપારીઓ અને રંગીન વરિયાળી ઉપર સેકરિનના પડ ચડાવેલા હોય છે. સેકરિન કેન્સર જેવા રોગને આમંત્રણ આપે છે. હોટલ કે લારી ઉપરની વાનગીઓ કયારેય ભક્ષ્ય હોતી નથી. અળગણ પાણીનો ઉપયોગ, બજારના અભક્ષ્ય લોટ, ટેસ્ટ માટે એસેન્સ, કલર માટે જુદા જુદા રંગો, તેલની જગ્યાએ ભૂંડ વગરની ચરબી વપરાતી હોય છે. વધેલી રસોઈ વગેરે બીજે દિવસે ગરમ કરી ઉપયોગમાં લેવાય છે. ઘી, તેલ, દૂધ, પાણી, જ્યુસ વગેરેના ભજનો ઉઘાડા પડયા રહે છે. તેમાં મચ્છર, વાંદા, ગરોળી, ઉંદર પડતા હોય છે. તેઓ તેને ચીપીયા વગેરેથી પકડીને બહાર કાઢે છે. અને એ જ દૂધ વગેરેમાંથી તમને બાદશાહી ચા વગેરે બનાવીને પીવડાવાય છે. બજારની વાનગીઓ અને મીઠાઈઓ ઉપર માખીઓ બણબણતી હોય છે. બગડેલી, સડેલી અને જીવાતવાળી કેરીના રસ બજારમાં મળતાં હોય છે. સડેલા ટામેટામાંથી બનેલા વાસ મારતા સોસને પાવડર વડે વાનરહિત બનાવાતા હોય છે. આવી બધી ચીજો આરોગ્યનું ધોવાણ કરે છે. જૈન પાઉંભાજી, જૈન આઈસ્ક્રીમ, જૈન સમોસા-કચોરી-ખમણ વગેરેમાં જૈન શબ્દથી ભોળવાઈ જવાની જરૂર નથી. તે બજારૂ ચીજો પણ અનેક રીતે રસોડાનું તત્ત્વજ્ઞાન - ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy