SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવે છે. ત્યારે તેમાં રહેલા બધા જીવાણુઓ નાશ પામે છે. પછી પ્રવાહીને બારીક ગળણીથી ગાળવામાં આવે છે. ગળણીમાં નાશ પામેલા જીવાણુઓનો આઠથી દસ કીલો જેટલો લોંદો નીકળે છે, જે જમીનમાં દાટી દેવામાં આવે છે. ગાળેલા પ્રવાહીને ફરીથી ઉકાળવામાં આવે છે. જેથી એ પ્રવાહી ઘટ્ટ બને છે. તેમાંથી ટીમ દ્વારા તાર બનાવાય છે અને તેમાંથી નાના નાના ક્રીસ્ટલ બનાવાય છે. આ ક્રીસ્ટલ એટલે લીંબુના ફલ. આનો ઉપયોગ ઠંડા પીણામાં, પીપરમીન્ટ, ચોકલેટ, દવા, દાળ, શાક, ફરસાણ વગેરેમાં થાય છે. જુદા જુદા શરબતની બનાવટ કૃત્રિમ હોય છે. જેમાં રંગ, ગંધ, સ્વાદ બધુ રસાયણોને આભારી છે. જે આરોગ્ય માટે ઘાતક છે. ફુટ જયુસના પીણા કે જેને સોફટ ડ્રીંકસ કહે છે, તેમાં એપલ જયુસ, ઓરેંજ જયુસ કે મેન્ગો જયુસમાં સફરજન, સંતરા કે કેરીના રસનો અંશ પણ નથી હોતો. માત્ર ખાંડ, ફલેવર અને રસાયણો હોય છે. પીણાઓમાં કેલેરી ઓછી કરવા સાકરને બદલે સેકરિનનો ઉપયોગ થાય છે. સેકરિન કેન્સર જેવા રોગને આમંત્રણ આપે છે. ચોકલેટ બનાવવા કોકો પાવડર, દૂધનું મિશ્રણ અને કોકો બટર વપરાય છે. કોકો બટર મોંઘુ હોવાથી તેના બદલે સાલફેટ નામની ચરબી ઉમેરી દેવામાં આવે છે. કેટલીક ચોકલેટ, પીપરમીન્ટ અને ચિંગમ વગેરેમાં માંસ-મચ્છી, ઈડાનું મિશ્રણ અને જીલેટીન વપરાય છે, આજે ઈડાના રસવાળી અને ગાય-બળદના માંસવાળી પણ ચોકલેટ, પીપરમીન્ટ અને ચિંગમ આવે છે. ચિંગમમાં વપરાતુગ્લીસરીન ગાય-બળદની ચરબીમાંથી બને છે. આ રીતે કેડબરી, કેક વગેરેમાં પણ આવા પદાર્થોનું મિશ્રણ હોવાથી ખાઈ શકાય નહીં. આજકાલ ચોકલેટ કોકોબીજનું કેફીન, થિયો-બ્રેમીન, ચરબી, ઈડા, નિકલ તત્ત્વ, ફલેવર-રસાયણોથી બને છે. કેફીન હૃદયોત્તેજક છે. તે હૃદય-નાડીના ધબકારા વધારે છે, ઉલ્ટી, માથાનો દુઃખાવો, ચક્કર, અનિદ્રા, સાંધાનો દુખાવો, બેચેની વગેરે પેદા કરે છે. નિકલ બાળકો માટે ખૂબ નુકશાન કરતાં છે. કોકોથી શારીરિક અને માનસિક બિમારી ઊભી થાય છે. માટે ચોકલેટ કદી ખાવી નહીં. બજારૂ લોટની બનાવટો અને લોટની મિલમાં જે તૈયાર લોટ મળે છે તેના રસોડાનું તત્ત્વજ્ઞાન - ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy