________________
અસલી ગુણો ખાનપાનના, સર્વે નાશ થાયે. શાક બધા પચવામાં ભારે, રોગ પેટના થાયે, શાકાહારના અતિરેકથી, હાડ નબળા થાય. શાક બધાયે રોગકારક, તેજ ઘટાડે આંખોના, પોષણ મળે નહિ શાકમાં, વર્ણ બગાડે શરીરના. ટીંડોળા ખાવા નહિ ને, ભીંડામાં મૂકવા મીંડા, ટીંડોળા છે બુધ્ધિનાશક, ભારે પડશે ભીંડા. પરવળ તો છે શાકનો રાજા, દૂધી તાજામાજા, ગુણકારી કડવા કારેલા, રાખે સાજાતાજા. વાલ પાપડી વાયુકારક, તુરીયા લાવે તાવ, ગુવાર કરશે આફરો, ને રોજ અજમો ચાવ. શિયાળામાં ખાયે ભાજી, તબિયત રાખે તાજી, ગુણકારી છેભાજીપાલો, આંખો રાખે સાજી. શિરામણમાં સવારે રાબડું, ને ચામાં પાડવું ગાબડું, બપોરે ભાતાનું ડાબડું, ને ખોલવું મિઠાઈનું છાબડું. ચા પીવાની રીતિ ખોટી, કોફીની તો પ્રીતિ ખોટી, વ્યસની છે ચોકલેટી પીણાં, ભરવી નહિં કદી લોટી. ચા-કોફીથી હૃદય પોતાની, ગતિ વિરૂધ્ધ ધડકે, ગરમ અને ઉત્તેજક પીણાં, મતિ રહે છે ફડકે. ચા-કોફી પીણાંને બદલે, ગોળનું પાણી કરવું, ચાને બદલે મહેમાનોને, દૂધ ગાયનું ધરવું. એલ્યુમીનીયમ છે રોગકારક, સ્ટીલ કરે છે ફારસ, નિર્લેપ તવા છે મારક, ને પિત્તળ સાચો વારસ. રસોઈ રાંધે પિત્તળમાં, ને પાણી ઉકાળે ત્રાંબુ, ભોજન કરવું કાંસામાં, તો જીવન માણે લાંબુ. ખાટી વસ્તુ કાચમાં, ને દહીં જમાવે દોણીમાં, છાશ વલોવી સહુને આપે, માખણ મળશે બોણીમાં. ખાંડેલા ધાણાજીરૂ મસાલા, ત્રણ માસ રહે તાજા, શિયાળાના તેલ, ઘી, બારમાસના રાજા. સુકામેવા શિયાળામાં, બદામ બારેમાસ, ઉનાળામાં ઠંડક માટે, કાળીદ્રાક્ષ છે ખાસ. શિયાળામાં એક મહિનો, ઉનાળે દિન વીસ, ચોમાસામાં પંદર દિવસ, લોટ મિઠાઈ રહે તાજા. હલવાઈની મિઠાઈ હવે, થઈ ગઈ છે ખોટી, બજારૂ ફરસાણથી, ખાંસી થાય છે મોટી.
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org