SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કોણ રહે સદા નિરોગી ? જળ-વાયુને ખેત પ્રદુષણ, રોગનો વાયે વાયરો, દવાવાદની મહેફિલમાં, ડૉકટર જમાવે ડાયરો. દવાખાનાઓ દેખી ભરેલા, રોગ કહે હું નાચું, ડૉકટર ભણ્યા નહીં સાચું, ને કપાઈ રહ્યું છે કાચું. વિજ્ઞાન વિનાશક શોધથી, સાજા પણ માંદા થયા, પેટ-પટારા ભરવા કાજે, દાકતરો ઝાઝા થયા. સારી દુનિયા છે માંદી, ને ફાર્મસીઓ કમાયે ચાંદી, દવાખાનામાં જામે મેળા, ડૉકટરને ઘી-કેળા. ડૉકટર નહીં કોઈ દેવના દીકરા, કરી શકે ના જાદુ, શીદને ઘેલા થઈને પાછળ, ખાઈ પડયા છો આદુ! વીટામીનની નકલી તાકત, કરી મૂકશે આફત, દોડી રહ્યા સૌ દવાખાનાએ, ડૉકટરને જયાફત. આધુનિકમાં અંજાયા વિના, મજા જીવનની લુંટો, વીટામીનોની એબીસીડીને ભુલી, દેશીનો કક્કો ઘંટો. ભૌતિકવાદી જીવનશૈલી, લોક થયું છે ગાંડું, પશ્ચિમ સંસ્કૃતિ આકર્ષણથી, જીવન થયું છે બાંડું. ગર્ભપાતને ગર્ભનિરોધક, કામ થાય છે ખોટાં, કુટુંબનિયોજન નસબંધીના, શસ્ત્રકર્મ છે ખોટાં. રકતદાનને ચક્ષુદાનની, ચાલી ખોટી રીતિ, બ્લડબેંકમાં બ્લડ ભરવાની, ફાલી ખોટી નીતિ. અપ્રાકૃતિક જીવનશૈલીએ, મૂકી દીધી છે માઝા, અપ્રાકૃતિક ખાનપાનથી, રોગ વધ્યા છે ઝાઝા. વીજળીની પેદાશ બધીયે, પ્રકૃતિ વિનાશનું મૂળ છે, યંત્રવાદ આધારિત જીવન, સર્વનાશનું શૂળ છે. વીજ આધારિત યંત્રવાદથી, પ્રદુષિત હવાને પાણી, વિલાયતી ખાતરની ખેતી, ઘાન્ય થયા ઘુળધાણી. ખાનપાન બગડી ગયા, ને લોક સૌ ઉધી રહ્યા, જળ પ્રદુષિત પી રહ્યા, ને પ્રદુષણ સુંઘી રહ્યા. રસાયણોને જંતુનાશકો, ખાનપાન થયા ઝેરી, ઘરતીનો રસકસ બધોયે, નાશ કરે છે વૈરી. રસાયણોને જંતુનાશકો, હિંસક ખેતીવાડી, ચાલી રહી છે ખેતરોમાં, પાપની ટ્રેક્ટર ગાડી. રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૧૪ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy