________________
૫૦% સંકોચાઈ જાય છે, પરિણામે હાઈ બ્લડપ્રેશર, હૃદયના ધબકારાની અનિયમિતતા, હાર્ટ એટેક કે લકવાનું કારણ બની જાય છે.
નિકોટીનને લીધે શુક્રાણુઓની સંખ્યા ઘટે છે, તેથી વ્યંધત્વ પણ લાવી શકે છે.
અમેરિકાના બે પ્રોફેસર ગ્રેહામ અને વાઈન્ડરે તમાકુ બાળીને તેના ધૂમાડામાંથી મેશ એકઠીકરી. આ તમાકુની મેશ કેટલાંક તંદુરસ્ત ઉંદરોના શરીર ઉપર લગાડી. પરિણામ એ આવ્યું કે કેટલાંક ઉંદરો તરત જ મરી ગયા. કેટલાક બે-ચાર માસ પછી મરી ગયા. કેટલાંક ઉંદરોને ચામડીનું કેન્સર થઈ જવાથી રીબાઈ-રીબાઈને મર્યા. તમાકુનો ધૂમાડો કે તમાકુનો પેટમાં જતો રસ કેટલો ખતરનાક હોય છે, તે આ પ્રસંગ પરથી સમજી શકાય તેમ છે. તમાકુમાં આવતાં ‘ટાર' નામના ઝેરી તત્ત્વનો આ પ્રભાવ છે.
માણસ બીડી, સિગારેટ વગેરે પીએ છે ત્યારે તે શુદ્ધ ઓક્સિજનના બદલે જુદા જુદા ૪,૦૦૦ ભયાનક રાસાયણિક સંયોજનોને પોતાના શ્વાસમાં ભરે છે. જેમાંના નિકોટીન, ટાર વગેરે જેવાં ૪૩ જેટલા રાસાયણિક તત્ત્વો કેન્સર થવા માટે જવાબદાર હોવાનું વૈજ્ઞાનિક રીતે પૂરવાર થયેલું છે.
ફેફસાનું કેન્સર જે વ્યક્તિને થાય છે, તેને છાતીમાં અસહ્ય દુખાવો થાય છે. કફ સાથે લોહી પડે છે તથા ફેફસાના પડમાં પાણી ભરાય છે. છેવટે રીબાઈને મોતને ભેટે છે.
ધૂમ્રપાનથી હાથપગની ધમનીઓ-રક્તવાહિનીઓ સંકોચાય છે. તેથી હાથપગમાં સખત દુઃખાવો થાય છે. ક્યારેક તો હાથ-પગ કાપવાની પણ જરૂરિયાત ઊભી થાય છે. ધૂમ્રપાન વગેરેથી શ્વાસનળીઓ સાંકડી બની જવી, શ્વાસ ચઢવો, ફેફસા ફૂલી
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org