________________
ચિત્ર ૩૬ : જીવાજીવ વિભકિત નામનું અધ્યયન ૩૬ મું
આ ચિત્રના ચાર ભાગ છે. પહેલા ભાગમાં દેવ વિમાનમાં જિનમૂર્તિ બિરાજમાન છે. જિનમૂર્તિની બંને બાજુ આનંદથી પ્રભુની ભક્તિ કરતો એકેક દેવ ઊભેલો છે. આ રીતે દેવ ગતિની રજુઆત કરેલી છે.
બીજા ભાગમાં અનુક્રમે બે પુરુષો અને બે સ્ત્રીઓની રજુઆત કરીને મનુષ્ય ગતિની રજુઆત કરેલી છે. ત્રીજા ભાગમાં અનુક્રમે હાથી, સિંહ અને ઘડાની રજુઆત કરીને તિર્યંચ ગતિની રજુઆત કરેલી છે.
ચેથા ભાગમાં અનુક્રમે કુંભમાં મસ્તક રાખેલી પુરુષ આકૃતિ, મધ્ય ભાગે વર્તુળાકારમાં સ્ત્રીની આકૃતિ અને કઢાઈમાં પકાવાતા પુરુષની આકૃતિ અને તેની પાસે ઊભા રહેલા પરમાધામીની આકૃતિની રજુઆત કરીને નરક ગતિની રજુઆત કરેલી છે.
આ ચિત્ર પ્રસંગમાં ઉપરોક્ત રીતે ચારે ગતિની રજુઆત કરીને છત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવેલ છે.
Sain Education
For Privale & Personal use only
ainelibrary.org