________________
ચિત્ર પરિચય
ચિત્ર ૨૪ : સમિતિએ નામનું અધ્યયન ૨૪ મું
આ ચિત્રના મધ્યભાગમાં કાઉસગ્ગ મુદ્રાએ ઊભા રહેલા પીળા વર્ણના પ્રવચન પુરુષના મસ્તકના ઉપરના ભાગમાં સફેદ રંગની સિદ્ધશિલાની ઉપરના ભાગમાં ધોળા રંગના અરિહંત ભગવાન બિરાજમાન છે. (શાસ્ત્રીય રીતે સિદ્ધશિલાની ઉપર લાલ રંગના સિદ્ધ ભગવાન અહીં લેવા જોઈએ, પરંતુ ચિત્રકારે સફેદ રંગના અરિહંત પ્રભુ કેમ રજુ કરેલા છે, તે સમજવામાં આવતું નથી.) મુખની જગ્યાએ લાલ રંગના સિદ્ધ ભગવાન બિરાજમાન છે. હૃદયના તથા નાભિના ભાગમાં પીળા રંગના આચાર્ય ભગવાન બિરાજમાન છે. બંને ઢીંચણના ભાગમાં લીલા રંગના ઉપાધ્યાય ભગવાન બિરાજમાન છે અને બંને પગના ફણાના ભાગમાં શ્યામવર્ણના સાધુ ભગવાન બિરાજમાન છે. પ્રવચન પુરુષની બંને બાજુએ મરતકના ભાગે બંને હારતની અંજલિ જેડીને એકેક શ્રાવક ઊભે રહેલ છે. પગની બંને બાજુએ એકેક શ્રાવક બંને હારતની અંજલિ જેડીને પ્રવચન પુરુષની સ્તુતિ કરતે બેઠેલ છે.
આ ચિત્ર પ્રસંગ બીજી પ્રતમાં કવચિત જ જોવા મળે છે. વળી, તે વીશમા અધ્યયનને ભાવ સ્પષ્ટપણે દર્શાવે છે. ચિત્ર સંજના પણ પ્રસંગને અનુરૂપ છે.
Jain Education
For Privale & Personal Use Only
nelibrary.org