________________
ચિત્ર ૨૨ : રથનેમીય નામનું અધ્યયન ૨૨ મું
પરિચય
આ ચિત્રના ઉપરના ભાગમાં આકાશમાં વાદળાંઓ તથા સૌરાષ્ટ્રમાં આવેલા ગીરનાર પર્વત ઉપર બે કે બતાવવા બે નાની દેરીઓમાં તીર્થકરની પદ્માસનસ્થ કૃતિઓ રજુ કરેલી છે. ચિત્રની ડાબી બાજુએ ગુફામાં કાઉસગ્ગ મુદ્રાએ ઉભેલા બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિના નાના ભાઈ રથનેમિ મુનિ છે. તેની બાજુમાં વરસાદથી બચવા માટે એ જ ગુફાને આશ્રય લેવા માટે આવેલા સાધ્વી રાજુલ, પિતાના પલળી ગએલા વજને સૂકવવાની તૈયારી કરતાં દેખાય છે અને ચિત્રકારે બંને હાથમાં વસ્ત્ર પકડીને ઊભેલા રાજુલ સાધ્વીને તદ્દન નગ્નાવસ્થામાં રજુ કરેલાં છે. સાધ્વીના મસ્તકની પાછળના ભાગમાં વાળનું પૂછડું લટકતું બતાવેલું છે, તે ચિત્રકારનું જૈન આચારનું અજ્ઞાતપણું દર્શાવે છે. ગુફાની બહારના ભાગમાં એક સાધુ ઊભેલા છે. સાધુની ઉપરના ભાગમાં ગીરનારનું જંગલ બતાવવા એક હરણ અને એક મેરની રજુઆત કરેલી છે. ગુફાની નીચે પર્વતની રજુઆત કરેલી છે. પર્વતની બાજુમાં પાણી તથા માછલીઓની રજુઆત કરીને એક જવાશય બતાવેલ છે.
આ ચિત્ર પ્રસંગ બાવીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે; અને સાથે સાથે આ હસ્તપ્રતમાં વપરાએવા રંગેની વિવિધતા પણ રજુ કરે છે.
Jain Education
For Privale & Personal Use Only
nelibrary.org