________________
ચિત્ર ૨૦ : મહાનિગ્રંથીય નામનું અધ્યયન ૨૦ મું
આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં હાથી ઉપર સવાર થએલો મગધરાજ શ્રેણિક, હાથમાં ધનુષ, બાણ પકડીને જંગલમાં શિકાર કરવા જતા દેખાય છે. હાથીની આગળ પિતાને જીવ બચાવવા માટે નાસતું એક હરણ દેખાય છે. રાજાની પાછળ એક પરિચારક છે.
બીજા ભાગમાં જંગલમાં વૃક્ષ નીચે બેઠેલા અનાથી નામના જૈન મુનિને, બંને હસ્તની અંજલિ જોડીને શ્રેણિક રાજા આવી ભર યુવાન વયમાં તેઓએ શા માટે સાધુપણું સ્વીકાર્યું તે પ્રશ્ન પૂછતે વિનીત ભાવે બેઠેલો છે. રાજાની પાછળ બે હસ્તની અંજલિ જેડીને ઊભા રહેલા રાજાને પરિચારક છે. અનાથીમુનિ અને રાજા શ્રેણિકની બાજુમાં બીજું એક ઝાડ પણ ચિત્રકારે રજુ કરેલું છે. ચિત્રના ઉપરના જમણી બાજુના ખૂણામાં વાદળાંઓ દેખાય છે.
આ ચિત્ર પ્રસંગ વીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
Jain Education
For Privale & Personal use only
nelibrary.org