________________
ચિત્ર ૧૮ : સંયતીય નામનું અધ્યયન ૧૮ મું
આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં ઘોડા ઉપર સવાર થએલો દાઢીવાળો સંયતી રાજા બંને હાથમાં ધનુષ અને બાણ લઈને, આગળ દોડતાં હરણીયાંની પાછળ પાછળ ઘેડે દેડાવીને શિકાર કરવા જતે દેખાય છે. રાજાની આગળ નાસતાં અને ભાગતાં પાંચ હરણીયાંઓ પિતાનો જીવ બચાવવા હરણ ફાળે નાસે છે. સંયતી રાજાની પાછળ હાથમાં છત્ર ૫કડીને મસ્તકે ધારણ કરનાર એક પરિચારક ઊભેલો છે; અને બીજો પરિચારક હાથમાં ધનુષબાણ પકડીને ઘોડા ઉપર સવાર થઈને રાજાને શિકારમાં મદદગાર તરીકે જ દેખાય છે.
બીજા ભાગમાં જંગલમાં એક ઝાડ નીચે બેઠેલા ગર્દભાલિ નામના સાધુ મહારાજ, સામે બે હસ્તની અંજલિ જોડીને ઊભા રહેલા સંયતી રાજાને તથા તેના પરિચારકને શિકારમાં રહેલા અનર્થો અને તેના પરીણામોની સમજુતી આપીને શિકાર નહીં કરવાને ધર્મોપદેશ આપે છે.
આ ચિત્ર પ્રસંગ અઢારમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે,
Jain Education
!
For Privale & Personal use only
O
lainelibrary.org