________________
ચિત્ર ૧૭ : પાપ શ્રમણીય નામનું અધ્યયન ૧૭ મું આ ચિત્રના બે ભાગ છે. પહેલા ભાગમાં આરામથી પાટ ઉપર એક સાધુ સૂતેલા છે. તે સૂતેલા સાધુએ પિતાના જમણા હાથથી એક ક્ષુલ્લક (નાના) સાધુને પકડી રાખેલ છે. વળી, તે સાધુના પગ આગળ એક સ્ત્રી, સાધુની સેવા કરવા ખડે પગે ઊભેલી છે. સ્ત્રીની બાજુમાં જમણે હાથ ઉંચો કરીને સાધુના આવાં અપકૃત્ય માટે ઠપકે આપતો એક ગૃહસ્થ ઊભેલો છે.
બીજા ભાગમાં પાટ ઉપર બેઠેલા સાધુને હાથમાં ઘણું કરીને સેનાનો સિક્કો છે. સાધુની સામે પણ હાથ ઉંચા કરીને ઊભેલા બે ગૃહસ્થ દેખાય છે.
આ ચિત્ર પ્રસંગ, ચિત્રમાં ચીતરેલા સાધુઓના પાપાચરણ રજૂ કરે છે અને તેથી ચિત્રકારને આ સત્તરમાં અધ્યયનને ચિતાર આપવાને ભાવ સ્પષ્ટ થાય છે.
Jain Education II
II al
For Privale & Personal use only
ainelibrary.org