________________
ચિત્ર
પરિચય
ચિત્ર ૫ : અકામ મરણીય નામનું અધ્યયન ૫ મું આ ચિત્ર ચાર ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં એક વાતાયનની મધ્યમાં હંસ પક્ષી બેઠેલ છે.
બીજા ભાગમાં પાટ ઉપર આરામથી એક સાધુ સૂઈ રહેલા છે. તેઓ શ્રીના પગ અગાડી બે શિષ્ય ઊભેલા અને પાછળના ભાગમાં પણ એક સાધુ છે.
ત્રીજા ભાગમાં અનુક્રમે ત્રણ પુરુષ અને બે સ્ત્રીઓ ઉંચા કરેલા બંને હાથની અંજલિ જોડીને, ગુરુ મહારાજની સ્તુતિ કરતાં દેખાય છે.
ચેથા ભાગમાં જુદાં જુદાં સંગીતના સાધને હાથમાં પકડીને, ગાતાં બજાવતાં ચાર પુરુષે ઊભેલા છે. એકના હાથમાં ભૂંગળ, બીજાના હાથમાં ઝાલર, ત્રીજાના હાથમાં નગારું અને ચોથાના હાથમાં વાંસળી છે.
આ ચિત્ર પ્રસંગ પાંચમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
TH
For Private & Personal Use Only