________________
અષ્ટકર્મ નિવારવા, માગું મોક્ષ-ફળ સાર. ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જંજાળ, પંચમીગતિ વિણ જીવને, સુખ નહિ તિહું કાળ.” દેવગતિ
મનુષ્યગતિ
તિર્યંચગતિ
- નરકગતિ નોંધ : સાથીયો દર્શન જ્ઞાન-ચરિત્રની ત્રણ ઢગલીની ઉપર ગમે તેટલી સંખ્યામાં કરવાની હોય તો પણ ન કરાય. વિશેષ વિધિ માટે સાથીયા કરનારે નિત્ય ક્રમ મુજબ એક સાથીયો અવશ્ય વધારે કરવો. અષ્ટમંગલ : ૧.સ્વસ્તિક, ૨.દર્પણ, ૩.કુંભ, ૪.ભદ્રાસન, ૫.શ્રીવત્સ, ૬.નંદાવર્ત, ૭.વર્ધમાન અને ૮.મીનયુગલા મૂળ વિધિ અનુસાર પ્રભુજી સમક્ષ અષ્ટમંગલ રોજે આલેખવા જોઈએ. તે શકય ન હોય તો આ અક્ષત પૂજા વખતે અષ્ટમંગલની પાટલી પ્રભુજી સમક્ષ રાખીને અષ્ટમંગલ આલેખ્યાનો સંતોષ માનવો. પાટલીની કેશર-ચંદન પૂજા ન થાય. અક્ષતપૂજા કરતાં અન્ય ક્રિયા કે અન્યત્ર દૃષ્ટિનકરાય. અનિવાર્ય સંજોગો સિવાય દેરાસરમાં કટાસણામાં કે તે વગર પલાંઠી વાળીને બેસવું, તે આશાતના છે.
૭૮ sona
Jain Education
a
le
e Only VW ainelib