________________
અક્ષત પૂજા ક્રવાની વિધિ ઉત્તમ પ્રકારના સ્વચ્છ-શુદ્ધ અને બન્ને બાજુએ ધાર વાળા, અખંડ ચોખા વાપરવા. શક્ય હોય તો સુવર્ણ કે રજતના ચોખા બનાવવા. તેલ-રંગ-કેશર આદિથી મિશ્રિત ચોખા ન વાપરવા. પૂજન આદિમાં પણ વર્ણ પ્રમાણેનાં ધાન્ય વાપરવાં. અખંડ ચોખાને સુસ્વચ્છ થાળીમાં રાખી બને ઢીંચણ જમીન પર સ્થાપીને પ્રભુજી સમક્ષ દષ્ટિ રાખીને મધુર સ્વરે દુહો બોલવો... (પુરૂષો નમોડર્ણત...... બોલે) શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળT. પુરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાળ.. ||૧| ૐ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાનું યજામહે સ્વાહા..(૨૭ ડંકા વગાડવા) અર્થ: શુદ્ધ અને અખંડ એવા અક્ષત (ચોખા) લઈને પ્રભુજી પાસે વિશાલ એવો નંદાવર્ત કરો અને સર્વ જંજાળને ત્યજીને પ્રભુજી સન્મુખ શુભ ભાવના ભાવો. દુહો-મંત્ર બોલ્યા પછી અક્ષતને જમણા હાથની. હથેળીમાં રાખીને હથેળીના નીચેના ભાગથી અનુક્રમે મધ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રની ત્રણ ઢગલીએ અને ઉપર તરફ સિદ્ધશિલા માટે એક
૭૫
lain Education InternationaFor Private E
ersonal Use Only www.jainelibrary.org