________________
પુષ્પપૂજાની વિધિ • સુગંધી, અખંડ, જીવજંતુ રહિત, ધૂળ આદિ મલિનતા
વગરના અને તાજા ફૂલો પ્રભુજીને ચઢાવવા. મૂળ વિધિ પ્રમાણે સહજ ભાવે સુયોગ્ય સ્વચ્છ વસ્ત્રમાં (જમીન થી અધ્ધર) પડેલાં તાજા પુષ્પો ચઢાવવા. પુષ્પો ચૂંટીને જ લેવા પડે તો ખૂબ કોમળતાથી આંગળીઓ પર સોના-ચાંદી–પીત્તળના કવર
ચઢાવીને ચૂંટવા જોઈએ. • મલ મલિન શરીર અને દુર્ગંધભર્યા હાથે ચૂંટીને
લીધેલા પુષ્પો, શક્ય હોય ત્યાં સુધી ટાળવાં. સ્નાનાદિથી સ્વચ્છ થયેલ શરીરવાળાએ પગરખાં (ચંપલ આદિ) પહેર્યા વગર ફૂલો એકત્રિત કરવાં. ફુલો મેળવ્યા પછી ગળેલા સ્વચ્છ પાણીની આછી છાંટ મારીને ઉપરની ધૂળ ખંખેરવી. (જયણાપૂર્વક) ફલો સુયોગ્ય સ્વચ્છ–સોના-ચાંદી કે પીત્તળની છાબડીમાં ખુલ્લાં રાખવાં. વાંસ નેતરની છાબડીમાં ન રાખવા. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી મૌન રાખીને સુંદર ભાવનાથી ભાવિત હદય સાથે દોરાની ગૂંથણીથી સુયોગ્ય મનોહર ફૂલોની માળા બનાવવી. સોય
(૬૧) Jair Erducation international or Private & Personal use only www.jainelibrary.org