________________
પરિકર આદિનો સ્પર્શ ન જ થવો જોઈએ. થાય તો મહાન આશાતના લાગે. અંગભૂંછણાં – પાટલૂંછણાં – જમીનલૂછણાંની દોરી
અલગ-અલગ (અનામત) રાખવી જોઈએ. • અંગભૂંછણાં ધોતી વખતે સુયોગ્ય કથરોટ (થાળ)માં
અન્ય વસ્ત્રો ન સ્પર્શ,તેની કાળજી રાખવી. પાટલૂંછણાં ધોતી વખતે પણ તે જ મુજબ કાળજી રાખવી. જમીન લૂછણા યોગ્ય રીત અલગ જ ધોવાં. શક્ય હોય તો પ્રભુજીની ભક્તિમાં ઉપયોગી વસ્ત્ર-વાસણ આદિના ધોવણનું પાણી ગટર-ખાળમાં ન જાય, તેની કાળજી રાખવી. અંગભૂંછણાં સુકાઈ ગયા પછી બન્ને હાથ સ્વચ્છ કરી મૌન ધારણ કરી ફક્ત બે હથેળીના સ્પર્શથી વાળવા. ૦ પાટલૂંછણાં પણ તે જ મુજબ કરવા અને જમીન
લૂંછણા પણ યથાયોગ્ય રીતે રાખવા. • અંગભૂંછણાં ને સાચવવા અલગ સ્વચ્છ સુતરાઉ થેલી. રાખવી. પાટલૂંછણાં તેનાથી અલગ સાચવીને રાખવાં. જમીનલૂંછણાંનો સ્પર્શ અન્ય કોઈ પણ વસ્ત્ર કે ઉપકરણને ન થાય, તેની કાળજી સાથે વાળીને રાખવા.. અંગલૂછણાં આદિ થઈ ગયા પછી સુગંધિત ધૂપ ને (પ્રભુ સમક્ષ) શુદ્ધિ માટે લઈ જઈને સુવાસિત કરવા.
( ૧૦ ) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org