________________
અદ્ધર કરવા અખોડાદિ ન કરે છે, અથવા પડિલેહણ કરી વસ્ત્રને ફેંકવું તે. (૯) વેદિકા = આસન, ઉભડક પગે બેસી ઢીંચણ પર હાથ રાખ્યા વિના ન કરે તે
(માત્ર, પાત્રા જ આસન પર બેસીને પલેવાય.) (૧૦) પ્રશિથિલ = કપડું ઢીલું પકડે જેથી કપડું નીચે પડી જાય. (૧૧) પ્રલંબ = કપડું લટકતું રાખે છે, તેથી દ્રષ્ટિ પડિલેહણ બરોબર ન થાય. (૧૨) લોલ = જમીનને, અડાડીને વસ્ત્ર રાખે તે (કાજો લે ત્યારે જ જમીન પ્રમાર્જેલી
કહેવાય. અન્યથા વસ્ત્ર અણપડિલેહ્યું થાય.) (૧૩) એકામર્ષ = વસ્ત્રને એકબાજુથી પકડી, પલેવી આખું વસ્ત્ર પડિલેહ્યાનો સંતોષ
માને છે. • (૧૪) અનેકરૂપ ધૂનન = અનેક કપડાં ભેગાં કરીને, ધોબીની જેમ પડિલેહણ કરવું.
અથવા હાથથી બધાં કપડાંને હલાવી - હલાવીને મૂકી દેવાં. અથવા બધાં કપડાં
ભેગા કરી એક સાથે ખંખેરી પડિલેહણનો સંતોષ માનવોતે. (૧૫) શંક્તિ ગણના = અખોડા-પકોડા કેટલા થયા તે યાદ ન રહે. જેથી ગણવા
બેસે તે. (૧૬) વિતથકરણ = પડિલેહણ સિવાયની અન્ય કોઇ પણ પ્રવૃત્તિ કરવી. જેમકે
પડિલેહણ કરતાં વાતો કરવી, વિકથા કરવી, પચ્ચકખાણ આપવું, વાચના આપવી કે લેવી વિગેરે પ્રવૃત્તિ કરવી. તે વિતથ કરણ કહેવાય. સાધુ જીવનની મર્યાદા શાસ્ત્રીય પદ્ધતિ સાથે મેળવાય તો નિર્જરા થાય. અન્યથા પુણ્યનો બંધ પડે ઉપરના ૧૬ દોષ ટાળીને પડિલેહણ કરવાનું છે. સ્વચ્છેદભાવે પણ વિધિથી કરે તો પાપાનુબંધિ પુણ્ય બાંધે. અવિધિથી, ધીઢાઇથી કરે તો પાપાનુબંધિ પાપ બંધાય.
આજ્ઞાની સાપેક્ષતા જોઇએ, સ્વચ્છેદભાવ ન જ જોઇએ. કદાચ અવિધિ ઓછી હોય તો નિર્જરાનું પ્રમાણ ઘટે પણ આજ્ઞા નિરપેક્ષણ તો ન જ ચાલે.
શાસ્ત્રાજ્ઞા પૂર્વક સાપેક્ષ ભાવે કરે તે પડિલેહણ ભાવથી થાય. સવારે પ્રતિક્રમણ પછી અનંતર પડીલેહણની વિધિ છે. કેમકે
પ્રતિક્રમણમાં તો થયેલ પાપોનો નાશ છે. પણ પાપ થવાની શક્યતા; શલ્યો,
વાચના-૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org